Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ઠેબી ડેમ ખાતેથી સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ:મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં અભિયાનની શરૂઆત, કલેક્ટર સહિત અધિકારીઓ અને નગરપાલિકા ટીમ જોડાઈ

    1 day ago

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મુજબ દર મહિનાના પ્રથમ રવિવારે સાધન સફાઈ અભિયાન, ‘કેચ ધ રેઇન’ અંતર્ગત જળસંચય કામગીરી, વૃક્ષારોપણ તેમજ સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. અમરેલી જિલ્લામાં આ અભિયાનનો પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. ઠેબી ડેમ ખાતેથી અભિયાનનો પ્રારંભ અમરેલી શહેરના ઠેબી ડેમ ખાતે રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજાર વિસ્તારો, બસ સ્ટેશન, સરકારી કચેરીઓ, વરસાદી નાળા, ગટર તથા કચરાના ઢગલા ધરાવતા સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જળસંચય માટે વિવિધ કામગીરી ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત ચેકડેમ અને તળાવમાંથી કાંપ કાઢવા, રિચાર્જ પીટ બનાવવા તેમજ બંધ પડેલા બોરવેલને પુનઃ શરૂ કરવા જેવી જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં નાગરિકો, વેપારીઓ, NSS અને NCCના સભ્યો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાયા હતા. આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિ અભિયાનના પ્રારંભ પ્રસંગે રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બસ સ્ટેન્ડમાં સાંસદ સહિત લોકોએ કરી સફાઈ અમરેલી એસટી બસ સ્ટેન્ડ ખાતે પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાંસદ ભરત સુતરીયા, એસટી વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ સહિતના લોકોએ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. તાલુકા મથકો પર પણ યોજાશે કાર્યક્રમો અમરેલી જિલ્લા ઉપરાંત લાઠી, બાબરા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલીયા, બગસરા અને કુંકાવાવ સહિતના તાલુકા મથકો પર પણ કાર્યક્રમો યોજવામાં આવશે. તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમોમાં સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    APK ફાઇલ ડાઉનલોડ થતા ખાતામાંથી 5.67 લાખ ઉપડી ગયા:ક્રેટાનું બાકી ચલણ ભરવા ઠગે મકરબાના વૃદ્ધ વેપારીને મોકલેલી ફાઇલ ડાઉનલોડ કરીને ફોન હેક થયો'તો
    Next Article
    વલસાડના તરકેશ્વર મંદિરમાં જન્માષ્ટમી પર મટકી ફોડાઈ:કાનુડાના જન્મોત્સવની ઉજવણી કરાઈ, ‘જય શ્રીકૃષ્ણ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment