Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબે સ્કૂલ હરણીનો ત્રીજો વાર્ષિક મહોત્સવ 'अपनी ओर' યોજાયો:વડોદરાના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં સંસ્કાર, સંવેદના અને કલાનો સંગમ

    2 days ago

    વડોદરાની અંબે સ્કૂલ - હરણી (CBSE યુનિટ) દ્વારા ત્રીજો વાર્ષિક મહોત્સવ 'अपनी ओर' ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, આજવા રોડ પર યોજાયો. શાળાનો હેતુ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ અને સર્જનાત્મકતાને મંચ આપવાનો હતો. થીમ 'अपनी ओर - The Journey Within' જીવનમૂલ્યોનો સંદેશ આપે છે. મુખ્ય અતિથિ ભાજપ - વડોદરા મહાનગરના પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની. અંબે ગ્રુપના ચેરમેન અમિતભાઈ શાહ, ફાઉન્ડર ચેરમેન ભારતીબેન શાહ, નિયામક ભાવેશા શાહ, મિત્તલબેન શાહ, આશિષભાઈ શાહ, વિવેકભાઈ શાહ, શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા. કાર્યક્રમ દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાનથી શરૂ થયો. આચાર્યાએ પ્રગતિ અહેવાલ રજૂ કર્યો. લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓએ ગણેશ વંદના, સ્વાગત ગીત, 'સમ્મી મેરી વાર' અને 'લાડકી' જેવા ગીતો પર પ્રસ્તુતિઓ આપી. વિવિધ સુંદર ૧૬ ભાવ ગીતો પ્રસ્તુત થયા સંસ્કૃતિ અને સંબંધીય સંવાદ: આપણી લોકસંસ્કૃતિના ધબકાર સમો 'રાજસ્થાની મેશઅપ' તેમજ પિતા-પુત્રના અનોખા સંબંધ અને પિતાની આકાંક્ષાઓને વાચા આપતી કૃતિ 'પાપા મેરી જાન - પાપા કહેતે હૈં' દર્શકોની આંખોમાં સ્નેહના આંસુ લાવી દીધા. સામાજિક ચિંતન અને બાળપણ: વર્તમાન દોડધામમાં વિસરાતા બાળપણની વેદના રજૂ કરતું 'બચપન કહાં?', વિવિધતામાં એકતાનો ગૌરવવંતો સંદેશ આપતું 'કલર્સ ઓફ ઇન્ડિયા' અને બાળપણની મધુર સ્મૃતિઓ જીવંત કરતું ગુજરાતી ગીત 'કાન હલાવે લીંબડી' અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કરાયું. આત્મખોજ અને સંઘર્ષ: પોતાની ઓળખ શોધવાની મથામણ દર્શાવતું 'મૈં કૌન હૂં', આત્મખોજ અને સંઘર્ષ: પોતાની ઓળખ શોધવાની મથામણ દર્શાવતું 'મૈં કૌન હૂં', સાચા નિર્ણય માટેની હિંમત દર્શાવતું દમદાર નાટ્ય-નૃત્ય 'જબ ઝિદ પે આ ગઈ પાર્વતી', સ્વતંત્રતા અને સ્વ-શોધની ઉડાન ભરતું 'ફિર સે ઉડ ચલા' તેમજ પિતાના પશ્ચાત્તાપ અને ભાવુકતાને વ્યક્ત કરતું માર્મિક ગીત 'હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે જડે' રજૂ કરવામાં આવ્યું. સમજણ અને નવપ્રભાત: જીવનના આંતરિક મૌન સંઘર્ષને દર્શાવતું ફ્રેન્ચ નૃત્ય 'દેરનિયેર દાન્સે' (Dernière Danse), સંબંધોમાં વિશ્વાસ અને સમજણનો માર્ગ કંડારતું 'રોશની કા દરિયા' અને અંતે નવી આશાઓ સાથે પ્રારંભનો ઉત્સવ દર્શાવતું 'ચૌક પુરાવો / આજ મેરે પિયા ઘર આયે' ની દિલચસ્પ પ્રસ્તુતિએ વાતાવરણને ઉત્સાહના શિખરે પહોંચાડી દીધું હતું. નૃત્ય અને સંવેદનશીલ વિષયોના સફળ મંચનથી પ્રેક્ષાગૃહ સતત તાળીઓના ગડગડાટથી ગૂંજતું રહ્યું હતું. "अपनी ओर" થીમ માત્ર એક મનોરંજક કાર્યક્રમ ન રહેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આત્મમંથન અને સંસ્કારોનો એક સાર્થક ઉત્સવ બની રહ્યો. સમગ્ર મહોત્સવ ભારે ઉમંગ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડસ યુનિવર્સિટીમાં 'વોકલ ફોર લોકલ – 2026' પ્રદર્શન યોજાયું:સ્થાનિક ઉત્પાદનો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો હતો મુખ્ય ઉદ્દેશ
    Next Article
    કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ સ્વામીનો 105મો પ્રાગટ્યદિન ઉજવાશે:CM અને PMએ શુભેચ્છા પાઠવી, 11 ફૂટનો વિશાળ માળાનો હાર ધરાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment