Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ સ્વામીનો 105મો પ્રાગટ્યદિન ઉજવાશે:CM અને PMએ શુભેચ્છા પાઠવી, 11 ફૂટનો વિશાળ માળાનો હાર ધરાવાશે

    2 days ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૫મો પ્રાગટ્યદિન ૨૫ ઓક્ટોબરે ઉજવાશે. આ માટે ભવ્ય ઉત્સવનું આયોજન કરાયું છે. સવારે ૮ થી ૧૨ વાગ્યા દરમિયાન કુમકુમ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પૂજ્ય સ્વામીજીને ૧૧ ફૂટનો વિશાળ માળાનો હાર ધરાવાશે. સાંજે ૫:૩૦ થી ૮ વાગ્યા સુધી કુમકુમ આનંદધામ, હીરાપુર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે. તેમાં ધ્યાન, ભજન, કીર્તન અને અબજીબાપાશ્રીની વાતોની પારાયણ થશે. સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામી સદ્ગુરુ સ્વામીના જીવન પર લાઈવ પોડકાસ્ટ આપશે. કાર્યક્રમના અંતે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી આશીર્વચન આપશે. રાત્રે ૮ થી ૯ વાગ્યે શરદપૂર્ણિમા નિમિત્તે દિવ્ય રાસોત્સવ યોજાશે અને ઠાકોરજીને દૂધ-પૌંઆનો પ્રસાદ ધરાવાશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે. તેમણે સદ્ગુરુ સ્વામીના સમાજ અને સંસ્કૃતિ માટેના યોગદાનને બિરદાવ્યું.
    Click here to Read More
    Previous Article
    અંબે સ્કૂલ હરણીનો ત્રીજો વાર્ષિક મહોત્સવ 'अपनी ओर' યોજાયો:વડોદરાના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં સંસ્કાર, સંવેદના અને કલાનો સંગમ
    Next Article
    મહેશ્વરી સમાજે શરદ પૂનમ નિમિત્તે ભજન કીર્તનનું આયોજન કરાયુ:ગોવિંદ શારડાના નિવાસસ્થાને કર્ણાવતી એપાર્ટમેન્ટ, નારોલ, અમદાવાદમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment