Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMTSના અકસ્માત ઘટાડવા AI કેમેરાથી ડિજિટલ મોનિટરિંગ:ઓવર સ્પીડ, ડ્રાઈવર ફોન પર વાત કરશે, ધૂમ્રપાન કે ચાલુ બસે ઝોંકા ખાશે તો કંટ્રોલ રૂમમાં તરત એલર્ટ જશે

    7 hours ago

    અમદાવાદમાં AMTS બસ અકસ્માત અને ડ્રાઈવર પર મોનિટરિંગ માટે AMTS દ્વારા AI આધારિત ડેશ કેમેરા મોનિટરિંગ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. બસની ફ્રન્ટ સાઈડ અને ડ્રાઈવર પાસે કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી રોડ પરની અને ડ્રાઈવરની તમામ હરકતો પર સીધી નજર રાખી શકાય. પ્રાથમિક ધોરણે ત્રણ બસમાં કેમેરા લગાવી મોનિટરિંગ શરૂ કરાયું છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો તમામ બસોમાં કેમેરા લગાવવામાં આવશે. ઓવર સ્પીડમાં દોડતી બસને સિસ્ટમ દ્વારા ચેતવણી અપાશે: પરાગ નાઈક AMTS કમિટીના ચેરમેન પરાગ નાઈકે જણાવ્યું હતું કે, જો ડ્રાઇવર બસ ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરશે, ધૂમ્રપાન કરશે કે ચાલુ ગાડીએ ઝોકાં ખાશે (ઊંઘશે), તો કંટ્રોલ રૂમમાં તુરંત એલર્ટ જશે. બસ નિયત મર્યાદા કરતાં ઓવર સ્પીડમાં દોડશે તો પણ સિસ્ટમ દ્વારા ચેતવણી આપવામાં આવશે. બેદરકારી બદલ કંટ્રોલ રૂમમાંથી ડ્રાઇવરને વાયરલેસ કે કોલ દ્વારા તુરંત સૂચના અપાશે. હાલ ત્રણ બસમાં આ મોનિટરિંગ સિસ્ટમ લગાવાઈ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ જેટલી બસોમાં અત્યારે આ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. બસના આગળના ભાગે અને ડ્રાઇવર તરફ કેમેરો રાખવામાં આવ્યો છે. જેથી જો કોઈ અકસ્માત સર્જાશે તો તાત્કાલિક કંટ્રોલરૂમમાં ખબર પડશે અને ડ્રાઇવરની ભૂલ હતી કે અન્ય કોઈ વાહન ચાલકની ભૂલ હતી તેને પણ ઓળખી શકાશે. બસ સમયસર ચાલી રહી છે કે નહીં તે ખબર પડશે ડેશ કેમ મોનિટરિંગ સિસ્ટમ મારફતે બસની લોકેશનની સાથે બસ સમયસર ચાલી રહી છે કે કેમ તેને લઈને પણ ખબર પડશે. બસના ડ્રાઇવરો દ્વારા ક્યારેક બસ ઊભી રાખી દેવામાં આવતી હોય છે અને તેના કારણે પણ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. AMTS બસ મોડી આવતી હોવા અંગેની પણ ફરિયાદો મળતી હોય છે. પાયલેટ પ્રોજેક્ટ સફળ થતાં 900થી વધુ બસમાં કેમેરા ફિટ કરાશે આ મોનિટરિંગ સિસ્ટમ મારફતે જો ટ્રાફિકના કારણે બસ મોડી પડી હોય તો તે અંગે પણ તરત કંટ્રોલ રૂમમાં જાણ થઈ જશે. આ પાયલેટ પ્રોજેક્ટ સફળ થતાં 900 થી વધુ બસોમાં મોનિટરિંગ સિસ્ટમ લગાવી રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી લઈને તમામ બાબતો પણ કોર્પોરેશનના ધ્યાન ઉપર આવી શકે તે પ્રમાણેની સિસ્ટમ ગોઠવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, 3 સિસ્ટમ સક્રિય થતાં શનિવારથી ભુક્કા બોલાવશે, ક્રૂડ 100 ડોલરને પાર, પેટ્રોલ-ડીઝલ મોંઘા થઇ શકે, એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ
    Next Article
    174 શાહુકારોએ હિસાબો, 3 વર્ષના‎ઓડિટ જમા ના કરતાં નોટિસ ફટકારી‎:લાઇસન્સ લીધા બાદ શાહુકારોની વ્યાજખોરી-અનિયમિતતા સામે તંત્રની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment