Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    174 શાહુકારોએ હિસાબો, 3 વર્ષના‎ઓડિટ જમા ના કરતાં નોટિસ ફટકારી‎:લાઇસન્સ લીધા બાદ શાહુકારોની વ્યાજખોરી-અનિયમિતતા સામે તંત્રની કાર્યવાહી

    11 hours ago

    પંચમહાલ જિલ્લાના લાયસન્સ ધરાવતા 174 શાહુકારોએ હીસાબો સહીતનુ પત્રક તેમજ દરમાસે ઓનલાઇન પોર્ટલ પર પત્રક સબમીટ કરતા નથી. સાથે 3 વર્ષના ઓડિટ રીપોર્ટ જમા કર્યા નથી. જેથી જિલ્લા રજિસ્ટ્રારે જિલ્લાના 174 શાહુકારોને કારણદર્શક નોટીસ ફટકારીને 15 દિવસમાં ખુલાશો નહિ આપે તો લાયસન્સ રદ સહીત દંડની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. પંચમહાલમાં સરકારના ધારા ધોરણ મુજબ નાણા ધિરનાર 342 શાહુકારોએ લાયસન્સ લીધા છે. લાયસન્સ લીધા બાદ શાહુકારો કચેરી ખાતે હિસાબો સહિતનું પત્રક આજ સુધી જમા કરાવ્યું નથી. જેથી શાહુકારો દ્વારા સરકારના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને સામાન્ય નાગરિકોનું આર્થિક શોષણ અટકે તે હેતુથી તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી કરાઇ છે. લાયસન્સધારક શાહુકારોએ દર માસની 1થી 5 તારીખ સુધીમાં લોનની વિગતો દર્શાવતું નિયત નમૂના નંબર-11નું પત્રક સરકારી ઓનલાઇન પોર્ટલ પર ફરજિયાત સબમીટ કરવાનું હોય છે. આ ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષના નાણાકીય હિસાબો, ઓડિટ રિપોર્ટ તેમજ કુલ આવક- જાવકની વિગતો મંગાવી હતી. જિલ્લા રજિસ્ટ્રાર ડીકે ખેરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ સઘન તપાસ અભિયાન દરમિયાન તપાસ દરમિયાન સામે આવેલી બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન કરનારા 174 ને નોટિસ ફટકારાઇ છે. નિયત સમયમાં યોગ્ય ખુલાશો નહિ આપે તો લાયસન્સ રદ સહીત દંડાત્મક કાર્યવાહી કરવાની ચીમકી 174 શાહુકારોને આપવામાં આવી છે. સરકારી ધારાધોરણો, વ્યાજદર કરતા વધુ વ્યાજ વસૂલતા કે ગેરકાયદે ધિરાણની પ્રવૃત્તિ આચરતા તત્વોને રજિસ્ટ્રારને રજુઆત કરવા જણાવ્યું છે. 15 દિવસમાં ખુલાસો આપવો પડશે તપાસ દરમિયાન મોટાભાગના શાહુકારો દ્વારા પોર્ટલ પર સમયસર વિગતો અપલોડ ન કરવા તથા હિસાબોનું ઓડિટ ન કરાવવા જેવી ગંભીર બેદરકારી સામે આવી હતી. જેને પગલે 15 દિવસમાં ખુલાસો કરવા આદેશ અપાયો છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન તાજુ ન કરાવેલ શાહુકારોને પણ નોટિસ બજાવી છે. જો નિયત સમયમાં સંતોષકારક ખુલાસો નહીં મળે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરાશે. તેમજ જે શાહુકારોના ધંધાનું ટર્નઓવર શૂન્ય હોય તેમણે પણ નિયત સમયમર્યાદામાં ‘નીલ પત્રક’ કચેરીમાં અચૂક રજૂ કરવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    AMTSના અકસ્માત ઘટાડવા AI કેમેરાથી ડિજિટલ મોનિટરિંગ:ઓવર સ્પીડ, ડ્રાઈવર ફોન પર વાત કરશે, ધૂમ્રપાન કે ચાલુ બસે ઝોંકા ખાશે તો કંટ્રોલ રૂમમાં તરત એલર્ટ જશે
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex, Nifty Trade Flat, Asian Markets Decline

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment