Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, 3 સિસ્ટમ સક્રિય થતાં શનિવારથી ભુક્કા બોલાવશે, ક્રૂડ 100 ડોલરને પાર, પેટ્રોલ-ડીઝલ મોંઘા થઇ શકે, એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ

    11 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર ચૂંટણી ફંડિંગ સાથે જોડાયેલા રહ્યા. ભાજપને કોંગ્રેસની સરખામણીએ 7 ગણું વધારે દાન મળ્યું. બીજા સમાચાર ક્રૂડ ઓઇલના છે, જે 6 અઠવાડિયામાં સૌથી મોંઘું થઈ ગયું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં તમને એપલના પહેલા ફોલ્ડેબલ આઇફોન વિશે પણ જણાવીશું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી PG દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 2. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિમેન્સ એશિયા કપની સેમિફાઇનલ મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ₹1,473 કરોડનું ફંડ મળ્યું:કોંગ્રેસ કરતાં 7 ગણું વધારે; બંગાળ, આસામ અને પુડુચેરીમાં NDA જીતી હતી આ જ વર્ષે એપ્રિલમાં થયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને લગભગ 1,472.8 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું. આ રકમ કોંગ્રેસના કેન્દ્રીય અને રાજ્ય એકમોને મળેલા 207.17 કરોડ રૂપિયા કરતાં 7 ગણું વધારે છે. ચૂંટણી પંચે બુધવારે આ માહિતી આપી. આ ચૂંટણીઓમાં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. 4 મેના રોજ આવેલા પરિણામોમાં આસામ, બંગાળ અને પુડુચેરીમાં NDAની જીત થઈ હતી. જ્યારે, કેરળમાં INDIA અને તમિલનાડુમાં TVK અને કોંગ્રેસે સરકાર બનાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવમાં ફરી વધારો થશે?:અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તણાવ વધતા ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર, 6 અઠવાડિયામાં સૌથી મોંઘું થયું કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 2.25%નો વધારો થયો. તેનું કારણ અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તણાવ વધવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વધારા પહેલા ક્રૂડની કિંમત 98 બેરલ પ્રતિ ડોલર હતી. આ પહેલા 24 જુલાઈના રોજ ક્રૂડનો ભાવ 100 બેરલ પ્રતિ ડોલર પહોંચ્યો હતો. જો કાચા તેલના ભાવ આ રીતે જ વધતા રહેશે તો તેનાથી પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધી શકે છે. તેલની કિંમતોમાં આ તાજા ઉછાળાનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલી નવી સૈન્ય અથડામણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દિલ્હીમાં ગેરકાયદે બાંધકામવાળી ઇમારતો પર બુલડોઝર ચાલશે:મુખ્યમંત્રીનો આદેશ- તમામ હોસ્ટેલોની તપાસ કરો; PG ધરાશાયી થવાનાં કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ દિલ્હીના સત્ય નિકેતનમાં PG બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે MCD ને દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર ચલાવવા અને તમામ વરિષ્ઠ અધિકારીઓને કાર્યવાહી દરમિયાન સ્થળ પર હાજર રહેવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ દિલ્હીનાં તમામ PG હોસ્ટેલોની તપાસનાં પણ નિર્દેશ આપ્યા છે. અધિકારીઓને બિલ્ડિંગ રેકોર્ડની તપાસ કરીને એ શોધવા માટે કહેવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ ક્યારે થયું અને તેના માટે સંબંધિત વિભાગ કે અધિકારીઓની જવાબદારી શું હતી. સત્ય નિકેતનમાં 6 સપ્ટેમ્બરે પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી થવાથી 7 લોકોનાં મોત થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એપલે ફોલ્ડેબલ આઇફોન ડ્યુઓ લોન્ચ કર્યો:7.4 ઇંચની મોટી સ્ક્રીન; આઈફોન 18-પ્રો અને પ્રો-મેક્સમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી એપલે બુધવારે પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન ડ્યુઓ લોન્ચ કર્યો છે. તે બે રંગમાં ઉપલબ્ધ થશે. તેનું બાહ્ય ડિસ્પ્લે 5.4 ઇંચનું છે. ખોલવા પર તેની સ્ક્રીન મિની આઈપેડ જેટલી હશે. એપલ અનુસાર, ડ્યુઓ બંધ થવા પર પાસપોર્ટના કદનો થઈ જાય છે. તેમાં 5.4-ઇંચનું મુખ્ય ડિસ્પ્લે છે, પરંતુ ખોલવા પર તે 7.6-ઇંચના પેનલમાં બદલાઈ જાય છે, જે અત્યાર સુધીના કોઈપણ આઈફોનનું સૌથી મોટું ડિસ્પ્લે છે. કેલિફોર્નિયામાં ચાલી રહેલા લોન્ચિંગ ઇવેન્ટમાં આઈફોન 18 પ્રો, આઈફોન 18 પ્રો મેક્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. એપલે દાવો કર્યો કે સિંગલ ચાર્જિંગમાં 18 પ્રો 24 કલાક અને પ્રો મેક્સ 30 કલાક સુધી ચાલશે, આ અત્યાર સુધીનો સૌથી વધુ બેટરી બેકઅપ છે. ફોન માત્ર 15 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે. આ આઈફોનના પહેલા પ્રીમિયમ ફોન છે જેમાં 48 મેગાપિક્સલના ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં મુખ્ય કેમેરા, ટેલિફોટો કેમેરા અને અલ્ટ્રાવાઇડ કેમેરા છે. ફ્રન્ટ કેમેરા 18 મેગાપિક્સલનો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. વૈભવ સૂર્યવંશીએ ચોથા દિવસે લીધો બદલો:તિલક વર્માને લાઈવ મેચમાં તેનાં જ અંદાજમાં આપ્યો જવાબ, દુલીપ ટ્રોફી ફાઇનલમાં ફરી બંને ખેલાડી આમને-સામને દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે મુકાબલો ચાલુ છે. મુકાબલાનાં ચોથા દિવસે મેદાન પર એક એવી ક્ષણ આવી, જેણે ચાર દિવસ પહેલાં બનેલી ઘટનાની યાદો તાજી કરી દીધી. ઇસ્ટ ઝોનના ઉપ-કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માને તેમનાં જ અંદાજમાં જવાબ આપ્યો. આ મામલો ચોથા દિવસનાં સવારના સેશનનો છે. સાઉથ ઝોનની ટીમ ઇસ્ટ ઝોનના 708 રનના વિશાળ સ્કોરનો પીછો કરી રહી હતી. ટીમની હાલત સતત ખરાબ થતી ગઈ અને જોતજોતામાં તેના 8 વિકેટ પડી ગઈ. આવા સમયે તિલક વર્મા એક છેડેથી ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. વિધાનસભામાં ચાલુ વંદે માતરમે જ કોંગ્રેસના MLA ખેડાવાલા બેસી ગયા:કહ્યું-નવા આમુખના ગાનમાં બેસી ગયો હતો, દેશભક્તિના સર્ટિ.ની જરૂર નથી, મંત્રી પ્રવીણ માળીએ કહ્યું-માફી માંગે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત થઈ. વર્ષોથી ગૃહમાં વંદે માતરમ ગાવાની પરંપરા છે, ત્યારે આજે વંદે માતરમ શરૂ થતાં જ વિવાદ થઈ ગયો છે. સત્રના આરંભે વંદે માતરમ્ ગવાયું હતું, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગીત દરમિયાન બેસી ગયા હતા. ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, 1937માં મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના નેતાઓએ નક્કી કરેલું આમુખ ગવાયું ત્યારે હું ઉભો હતો. પરંતુ ઉમેરવામાં આવેલા આમુખનું ગાન થયું ત્યારે બેસી ગયો હતો. ભાજપ મને ફરજ ન પાડી શકે અને મારે કોઈ પાસેથી દેશભક્તિનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. મારે કોઈને દેશભક્તિ બતાવવાની જરૂર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વરસાદની ઘટ વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ખેડૂતોને રાહત:અમરેલી, ભાવનગર અને જામનગરના ધ્રોલમાં વરસાદ, 12મીથી ધોધમાર વરસાદની આગાહી લાંબા વિરામ બાદ આજે 9 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધ્રોલના ઇટારા અને હમાપર જેવા ગામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ઈટારા ગામમાં શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. તો આ તરફ અમરેલીના સાવરકુંડલા અને જાફરાબાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્યમાં વરસાદ શરૂ થયો હતો. રાજ્ય અને આસપાસ સર્જાયેલી ત્રણ અલગ અલગ સિસ્ટમના કારણે 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જમ્મુ-કાશ્મીરનાં CM ઉમર અબ્દુલ્લાએ આખું વંદે માતરમ ગાયું:કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, કહ્યું- સહયોગી પક્ષો પાર્ટી સાથે રહે; ભાજપે કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાન-ચીનનું ટેન્શન વધશે!:ભારત રશિયા વચ્ચે સુખોઈ ફાઈટર જેટ માટે 1 લાખ કરોડની ડીલની તૈયારી, PM મોદી-રાષ્ટ્રપતિ પુતિન શુક્રવારે દિલ્હીમાં મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રેલવેના 3 મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી:10,783 કરોડના ખર્ચે 5 રાજ્યોમાં 656km નવી રેલ લાઈનો બિછાવાશે; 56 લાખ લોકોને ફાયદો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 100 વર્ષ જૂનો ગણિતનો કોયડો OpenAIએ માત્ર 88 કલાકમાં ઉકેલ્યો:10,000 AI એજન્ટ્સે દુનિયાના 7 સૌથી મુશ્કેલ સવાલોમાંથી 1નો જવાબ શોધ્યો, ગણિતશાસ્ત્રીઓ પણ સ્તબ્ધ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું-ચાંદી છોડો, હવે કોપર બની રહ્યું છે નવું 'ગોલ્ડ':તાંબાએ તોડ્યા તમામ રેકોર્ડ, ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યાં; શેરનાં ભાવમાં પણ ઉછાળો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : જાપાન ડૂબ્યું, એશિયન ગેમ્સના 10 દિવસ પહેલાં પૂર:પાણી-પાણી થયું નાગોયા; બસ-મેટ્રો અટકી, રસ્તાઓ બંધ, 400 ખેલાડીઓને બચાવાયા; ભારતીય ટીમ્સ રવાના થવાની તૈયારીમાં વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંપ ત્યાં જંપ:ગુરુની એકલા રહેતા શિષ્યને શીખ- એવા લોકોનો સાથ પસંદ કરો, જે તમને વધુ સારા બનવા પ્રેરિત કરે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બોયફ્રેન્ડને બાઇક અપાવવા ગર્લફ્રેન્ડ બની ચોર તમિલનાડુમાં 19 વર્ષની છોકરીએ બોયફ્રેન્ડને બાઇક ગિફ્ટ કરવા માટે ચોરી કરી. પ્રિન્સીએ પિતાના મિત્રના ઘરેથી 9 તોલા સોનાના દાગીના ચોર્યા. તેને 2.5 લાખ રૂપિયામાં વેચીને બાઇક ખરીદી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : વિદેશ જવા માટે પરીક્ષાનું સેટિંગ કરાવી આપનારથી ચેતજો: IELTSમાં મનમાફક બેંડ અપાવવા વિદેશીએ બિછાવ્યું નેટવર્ક; વિદ્યાર્થી બની કેનેડાના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચ્યું ભાસ્કર 2. ચોરેલી લાશ કામમાં ન આવી તો બીજા માણસનો જીવ લીધો: ટીવી પર ક્રાઇમ શો જોઇને ડેથ પ્લાન રચ્યો, ઓરડીમાં લઇ જઇ ચૂલા પર મોંઢું બાળી નાખ્યું 3. Editor's View : જર્મનીના નવા હિટલરે દુનિયા ધ્રૂજાવી: કટ્ટરવાદી અને સ્કૂટર પર ફરનાર યુવાને ઊથલપાથલ મચાવી, બીજા વિશ્વયુદ્ધ પછી ફરી નાઝી યુગના ભણકારા 4. પારકી પંચાત : ભૂરાકાકાને ઘેન ચઢતાં સ્ટેજ પર જોયા જેવી થઇ: આંખો ચોળી-ઘડિયાળમાં જોયું અને મોઢું ફાડ્યું, મોદીએ ખભે ધુંબા મારીને MLAના કાનમાં શું કહ્યું? 5. આજનું એક્સપ્લેનર: 'ભૂલી ગયા 500 વર્ષ દિલ્હી મુસલમાનોની હતી', જિહાદની ધમકી આપનાર તલ્હા સઈદ કોણ; આસિમ મુનીરનાં વખાણ શા માટે કરી રહ્યો છે? 6. સફેદ કપડાં પીળાં પડી ગયા છે?: ધોતી વખતે આ 6 ભૂલો ન કરો, પીળાશ દૂર કરવા અને ખોવાયેલી ચમક પાછી લાવવા 5 ઘરેલું ટિપ્સ અપનાવો 7. એજન્ટ વગર જ ઘરે બેઠાં બનાવો પાસપોર્ટ: કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી ફી ભરવી પડશે? જાણો ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:મેષ, સિંહ સહિત 6 રાશિને વેપારમાં વૃદ્ધિના યોગ, તુલા રાશિને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેત વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 74800 અને નિફ્ટી 23450 પર, બેન્કિંગ અને એનર્જી શેરોમાં વધુ ખરીદી
    Next Article
    AMTSના અકસ્માત ઘટાડવા AI કેમેરાથી ડિજિટલ મોનિટરિંગ:ઓવર સ્પીડ, ડ્રાઈવર ફોન પર વાત કરશે, ધૂમ્રપાન કે ચાલુ બસે ઝોંકા ખાશે તો કંટ્રોલ રૂમમાં તરત એલર્ટ જશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment