Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો!:શહેરમાં AMTSની 800 પૈકી 41 બસ રોજ બ્રેકડાઉન થાય છે

    18 hours ago

    શહેરમાં એએમટીએસ બસ છેલ્લા 5 વર્ષમાં જ 77460 વખત ખોટકાઇ છે અથવા તો વિલંબથી ચાલી છે. 5 વર્ષમાં મ્યુનિ. દ્વારા એએમટીએસ પાછળ રૂ. 3069.87 કરોડનું બજેટ ફાળવ્યું હોવા છતાં પણ એએમટીએસની બસો વારંવાર ખોટકાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. શહેરમાં સતત પ્રતિ વર્ષ બ્રેકડાઉનની સંખ્યા વધે છે. નોંધનીય છેકે, એએમટીએસ પાસે 800થી વધારે બસો છે જે અત્યારે રસ્તા પર દોડી રહી છે. રોજની 41 બસો બ્રેકડાઉન થઇ રહી છે. જે બીઆરટીએસમાં આ સંખ્યા રોજની 61 બસની છે. એએમટીએસમાં રોજના 5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. ચાલુ વર્ષે મ્યુનિ. દ્વારા એએમટીએસનું 705 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ બસોની ફ્રીક્વન્સી તેમજ તેની ઝડપ સહિતની ગુણવત્તા સુધારવા પર યોગ્ય ભાર આપવામાં આવ્યો નથી. 5 વર્ષમાં કેટલી બસ બ્રેકડાઉન? AMTS હવે કોન્ટ્રાક્ટર માટે જ છે AMTS મુસાફરો માટે નહીં માત્ર કોન્ટ્રાક્ટરો માટે ચાલે છે. વારંવાર બસો વિલંબિત ચાલે છે કે પછી બ્રેકડાઉન થાય છે. બસમાં આગ લાગવાની ઘટના બને છે. જે ગંભીર બાબત છે - શહેજાદખાન પઠાણ (પૂર્વ વિપક્ષ નેતા, મ્યુનિ.)
    Click here to Read More
    Previous Article
    સગીરે સર્જ્યો જીવલેણ અકસ્માત:13 વર્ષના સગીરે ટુવ્હીલર ચલાવીને બાળકી-વૃદ્ધને ટક્કર મારી, વૃદ્ધનું મોત
    Next Article
    છેતરપિંડીનો મામલો આવ્યો સામે:વીમા પોલિસીના બહાને વૃદ્ધ સાથે 19.05 લાખની છેતરપિંડી આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment