Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડીનો મામલો આવ્યો સામે:વીમા પોલિસીના બહાને વૃદ્ધ સાથે 19.05 લાખની છેતરપિંડી આચરી

    17 hours ago

    સોલા સાયન્સસિટી સુકન મોલ પાસેના સપ્તક બંગલોઝમાં રહેતા ભોગીલાલ કિશોરદાસ પટેલ(75) ઉપર 2022માં કેટલીક વીમા પોલિસીની ઈન્કવાયરી કરવા એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સમાંથી ફોન આવ્યા હતા. જેમાં તેમણે નવી વીમા પોલિસી ઉતારવા માટે જણાવ્યું હતું. જેથી ભોગીલાલે હા પાડતા તેમણે એક મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ લોકેશ શર્માનો ફોન આવ્યો હતો અને તેણે પોલિસીના ફાયદા અંગે સમજણ આપી હતી. ભોગીલાલે વીમા પોલિસી લેવા માટે સંમતિ આપતા પોલિસીનો ચેક લેવા માણસને ઘરે મોકલ્યો હતો. જેણે કેવાયસી અપડેટ કરવા આધાર કાર્ડ, ફોટા સહિતની માહિતી, રૂ.1 લાખનો ચેક તેમજ જીએસટી સાથેનો ચેક આપ્યો હતો. ત્યારબાદ એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સની વીમા પોલિસી અને પૈસા ભર્યાની રશીદ પોસ્ટ મારફતે ભોગીલાલના ઘરે આવ્યા હતા. જ્યારે એપ્રિલ-2023માં અજાણ્યા નંબરથી ભોગીલાલને ફોન આવ્યો હતો. જેમાં પંકજ શર્મા બરોડા ઓફિસમાંથી બોલતો હોવાનું કહી સીતારામ શર્માનો ફોન આવશે તેવી વાત કરતા તેણે સરકારના વીમા સલાહકાર અને મોટા અધિકારી તરીકે ઓળખાણ આપીને તેઓ અનક્લેઈમ વીમાની રકમના ચાર્જમાં હોવાની વાત કરી હતી. તમારા નામે રિઝર્વ ફંડમાં વીમાની રમક હોવાથી રૂ.25 લાખ અપાવીશ તેમ કહ્યું હતું. પહેલા રકમની 10 ટકા ભરવી પડશે. તેવીને તેમના પીએ મનીશભાઈ વાત કરશે તેવું કહીને મનીશભાઈનો નંબર આપ્યો હતો. મનીશભાઈએ ભોગીલાલ સાથે વાત કરીને આઈપીઓમાં રોકાણથી મહિને13 હજાર પેન્શન આપવાની વાત કરી હતી. જેમાં ભોગીલાલ સંમત થતા તેમણે 8 મહિના સુધી ભોગીલાલને રૂ.13 હજાર પેન્શન ખાતામાં જમા કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો!:શહેરમાં AMTSની 800 પૈકી 41 બસ રોજ બ્રેકડાઉન થાય છે
    Next Article
    શાપર પોલીસની કાર્યવાહી:ગેસ સિલિન્ડરની મહામારી વચ્ચે પારડી ગામમાં ચૂલા રિપેરિંગની આડમાં રીફિલિંગ થતું’તું : 116 બાટલા જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment