Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ:સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને ફોન આવ્યો

    17 hours ago

    ગુજરાતની મહાનગરપાલિકા નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની આજે 10 એપ્રિલના રોજ જાહેરાત કરવામાં આવી રહી છે. સવારથી અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાતની રાહ જોવાઇ રહી હતી ત્યારે બપોરે 2:30 વાગ્યા બાદ અમદાવાદ મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. દેવાંગ દાણીને ફોન કરી જાણ કરી દેવાઈ AMC સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. એટલે કે દરેક ઉમેદવારોને સૌથી પહેલા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે.જો કે ભાજપની સત્તાવાર યાદી સાંજે જાહેર કરવામાં આવશે. જોધપુર, બોડકદેવ વોર્ડના ઉમેદવારોને ફોન આવ્યા આજે બપોરે 2.30 વાગ્યા બાદ વેજલપુર વિધાનસભામાં આવતા તમામ વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. સૌપ્રથમ જોધપુર વોર્ડ, બોડકદેવ વોર્ડ, સરખેજ વોર્ડ, વેજલપુર વોર્ડના ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરી દેવામાં આવી છે. AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને પણ બોડકદેવમાંથી ઉમેદવાર તરીકે ફોન કરીને જાણ કરવામાં આવી છે. જોધપુર વોર્ડમાંથી ભારતીબેન ગોહિલને ઉમેદવારી માટેનો ફોન આવી ગયો છે. જ્યારે સરખેજ વોર્ડમાં એક પણ કોર્પોરેટરને ફરીથી ટિકિટ મળી શકે તેમ નથી. જ્યારે વેજલપુર બોર્ડમાં રાજેશ ઠાકોર અને પારુલ દવેને ફોન કરીને ઉમેદવાર તરીકેની જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં ગરમીનું જોર વધશે, 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે:હવામાનની આગાહી મુજબ, દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે
    Next Article
    મોરબી મહાનગરપાલિકા ચૂંટણી સમયે ભાજપમાં ભડકો:પૂર્વ નગરપાલિકા પ્રમુખ લલિત કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, ભાજપના સમીકરણો બગડવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment