Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકા ચૂંટણી સમયે ભાજપમાં ભડકો:પૂર્વ નગરપાલિકા પ્રમુખ લલિત કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, ભાજપના સમીકરણો બગડવાની શક્યતા

    15 hours ago

    મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરીયાએ ભાજપ સામે બગાવત કરી વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ દ્વારા ટિકિટ ન મળતા તેમણે આ આક્રમક નિર્ણય લીધો હોવાનું મનાય છે. ટિકિટ ન મળતા પક્ષ સામે મોરચો મળતી વિગતો મુજબ, લલિત કામરીયાએ ભાજપ પાસે ટિકિટની માંગણી કરી હતી. જોકે, પક્ષે તેમને ટિકિટ ન આપતા તેમણે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેઓ વર્ષ 2013થી 2015 દરમિયાન મોરબી નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમની આ ઉમેદવારીથી સ્થાનિક સ્તરે ભાજપના વોટ બેંકમાં ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે. વોર્ડ નંબર 8માં જંગ જામશે વોર્ડ નંબર 8 માં લલિત કામરીયાની વ્યક્તિગત પકડ મજબૂત માનવામાં આવે છે. પૂર્વ પ્રમુખ તરીકેના તેમના અનુભવ અને લોકસંપર્કને જોતા આ બેઠક પરની ચૂંટણી હવે ત્રિપાંખિયા જંગ જેવી રસપ્રદ બની રહેશે. તેમની આ બગાવત માત્ર ભાજપ જ નહીં, પરંતુ અન્ય વિરોધ પક્ષોના ગણિત પણ બગાડી શકે છે. ઉમેદવાર: લલિત કામરીયા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા) વિસ્તાર: વોર્ડ નંબર 8 અગાઉનો કાર્યકાળ: 2013 થી 2015 સ્થિતિ: ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી આ અપક્ષ ઉમેદવારીના પગલે હવે મોરબીના રાજકારણમાં મોટા ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે. પક્ષના નિષ્ઠાવાન ગણાતા કાર્યકરોમાં પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મનપાના ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ:સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને ફોન આવ્યો
    Next Article
    દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શન મોડમાં:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુનેગારોને કડક ચેતવણી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment