Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળવા પર AMCને પત્ર:અસારવા યુથ સર્કલે લોકોના આરોગ્યના રક્ષણ માટે AMCને પંદર દિવસનું અલ્ટીમેટમ આપ્યું

    10 hours ago

    અમદાવાદ શહેરનો અસારવા વિસ્તાર પોતાની આગવી પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે. પરંતુ તાજેતરમાં અસારવા ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવવાની અત્યંત દર્દનાક અને ગંભીર ઘટના સામે આવતા સમગ્ર અમદાવાદ શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે હજારો નાગરિકોના જાહેર આરોગ્ય સામે ગંભીર સંકટ ઊભું થયું છે. તંત્રની ઘોર બેદરકારીનો આરોપ પાણીની આ ટાંકી અને પમ્પિંગ વ્યવસ્થા મારફતે આશરે 45,000થી વધુ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદો અસારવા યુથ સર્કલ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા કોર્પોરેટરોને કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાની લાગણી વ્યાપી છે. આ મામલે અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે મોટી સંખ્યામાં નાગરિકોની સહીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે. યુથ સર્કલ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ સંપૂર્ણ સફાઈ અને સેનિટાઈઝેશન: પાણીની ટાંકીની તાત્કાલિક ધોરણે સંપૂર્ણ સફાઈ કરી સેનિટાઈઝ કરવામાં આવે. પાણીનું લેબોરેટરી પરીક્ષણ: ટાંકી અને પમ્પિંગ સ્ટેશનમાંથી નમૂના લઈ માન્યતાપ્રાપ્ત સરકારી લેબોરેટરીમાં તેનું બેક્ટેરિયોલોજિકલ તથા કેમિકલ ટેસ્ટિંગ કરાવવામાં આવે. અહેવાલની જાહેર સ્પષ્ટતા: પરીક્ષણનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરી પાણી વાપરવા માટે સલામત છે કે નહીં તેની રહેવાસીઓને સ્પષ્ટ માહિતી અપાય. 24 કલાક કડક સુરક્ષા: ટાંકી અને પમ્પિંગ સ્ટેશનની સુરક્ષા મજબૂત કરી 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવે. CCTV મોનિટરિંગ: સમગ્ર પરિસરમાં CCTV કેમેરા લગાવી સતત નિરીક્ષણ થાય અને રેકોર્ડિંગ સુરક્ષિત રખાય. અનધિકૃત પ્રવેશ પર રોક: કોઈ પણ અજાણી કે અનધિકૃત વ્યક્તિ પ્રવેશ ન કરી શકે તે માટે દરવાજા, તાળા અને પ્રવેશદ્વારોની તપાસ થાય. સફાઈના રેકોર્ડની ચકાસણી: ટાંકીની છેલ્લે ક્યારે સફાઈ થઈ હતી અને કોણે કરી હતી તે તમામ રેકોર્ડ AMC દ્વારા તપાસવામાં આવે. કાયદેસરની તપાસ અને કાર્યવાહી: માનવ કંકાલ મળવાની ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય. આરોગ્ય વિભાગની તકેદારી: AMCના આરોગ્ય વિભાગ દ્વારા અસારવામાં કોઈ રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી તબીબી તકેદારી રખાય. નિયમિત વોટર ટેસ્ટિંગ: ભવિષ્ય માટે પાણીની ગુણવત્તા ચકાસવા સમયબદ્ધ કાયમી વ્યવસ્થા ઊભી કરાય. ટેકનિકલ ખામીઓનો ઉકેલ: નેટવર્કમાં લીકેજ કે બાહ્ય કચરો ભળવાની સમસ્યા હોય તો તેનો કાયમી ઉકેલ લાવવો. કાયમી કડક SOP અમલીકરણ: ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ રોકવા માટે સ્પષ્ટ સુરક્ષા અને જાળવણીની SOP અમલમાં મુકાય. તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આ સમગ્ર મામલો હજારો પરિવારોના સ્વાસ્થ્ય અને જીવ સાથે સંકળાયેલો હોવાથી રજૂઆત મળ્યાના 15 દિવસની મુદતમાં અસરકારક પગલાં ભરી થયેલી તમામ કાર્યવાહીનો લેખિત અહેવાલ નાગરિકોને સોંપવામાં આવે તેવી મક્કમ માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓ માટે માસ સીએલ પર:કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું, 14 મુદ્દાઓનું નિરાકરણ લાવવા માંગ
    Next Article
    ખાવડા ચોરી કેસનો રાજસ્થાની આરોપી જામનગરથી ઝડપાયો:લાંબા સમયથી ફરાર રામદીન જાટને ભુજ પેરોલ ફર્લો સ્કોડે ટેકનિકલ સર્વેલન્સથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment