Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાવડા ચોરી કેસનો રાજસ્થાની આરોપી જામનગરથી ઝડપાયો:લાંબા સમયથી ફરાર રામદીન જાટને ભુજ પેરોલ ફર્લો સ્કોડે ટેકનિકલ સર્વેલન્સથી પકડ્યો

    10 hours ago

    ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર રાજસ્થાનના આરોપી રામદીન હમીરામ જાટને ભુજની પેરોલ ફર્લો સ્કોડે જામનગરથી પકડી પાડ્યો છે. 30 વર્ષીય રામદીન રાજસ્થાનના જોધપુર જિલ્લાના ભોપાલગઢ તાલુકાના કુડી ગામનો રહેવાસી છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી ચાલતી ઝુંબેશ અંતર્ગત પીએસઆઈ એમ.એલ. વાઘેલાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ફોટાના આધારે રામદીનનું લોકેશન જામનગરના હાપા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં શોધી કાઢ્યું. પેરોલ ફર્લો સ્કોડની ટીમે સ્થાનિક પોલીસની મદદથી તેને પકડી પાડ્યો. આરોપીને ખાવડા પોલીસ સ્ટેશનના વર્ષ 2026ના ચોરી કેસ, BNS કલમ 303(2) અને 54)માં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અસારવા પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળવા પર AMCને પત્ર:અસારવા યુથ સર્કલે લોકોના આરોગ્યના રક્ષણ માટે AMCને પંદર દિવસનું અલ્ટીમેટમ આપ્યું
    Next Article
    ગીર સોમનાથમાં 18-19 વર્ષના યુવાનો માટે મતદાર નોંધણી ઝૂંબેશ:વંચિત મતદારો 11 ઓક્ટોબરથી ચાર રવિવારે નોંધણી કરાવી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment