Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય નેતાને સરકારી કોન્ટ્રાક્ટ મળી ગયો:જુહાપુરામાં AMC જિમ ચલાવવા AIMIM પાર્ટીના શહેર પ્રમુખને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત ભાજપના સત્તાધીશોએ મંજૂર કરી

    9 hours ago

    શહેરના જુહાપુરા વિસ્તારમાં PPP ધોરણે બનાવવામાં આવેલું જિમ્નેશિયમ અને લાઇબ્રેરી રાજકીય પાર્ટીના નેતાને ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ ભાજપના સત્તાધીશો દ્વારા આપવામાં આવતા વિવાદ સામે આવ્યો છે. AIMIM પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ એજાઝ ખાન પઠાણને વાર્ષિક 6.01 લાખ રૂપિયાના ભાડે પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ ભાજપના નેતાઓ હવે તેમની સામે ચૂંટણી લડવા ઉભા રહેલા નેતાઓને પણ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ આપી રહ્યા હોવાના પગલે હવે કોર્પોરેશનમાં ભાજપના હોદ્દેદારો બેફામ બનીને કોઈને પણ કોન્ટ્રાક્ટ આપી દેવાની મંજૂરી આપતા સવાલો ઉભા થયા છે. જિતેન્દ્ર ખરચરિયાએ જવાબ આપવાનું ટાળ્યું રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીના ચેરમેન જિતેન્દ્ર ખરચરિયાએ જણાવ્યું કે, પ્રથમ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, ત્યારે કોઈ એજન્સી આગળ આવી નહોતી. ત્યારબાદ બીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં એકમાત્ર ટેન્ડર ભરનાર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થયો હતો. રાજકીય નેતાને આપવા મામલે તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. હાલમાં પણ હું જિમમાં પર્સનલ ટ્રેનિંગ આપું છું: પઠાણ AIMIMના શહેર પ્રમુખ એજાઝ ખાન હમીદખાન પઠાણે જણાવ્યું કે, મેં જ્યારે ટેન્ડર ભર્યું હતું, ત્યારે હું પક્ષના કોઈ હોદ્દા પર નહોતો. અગાઉ હું જિમ ચલાવતો હતો અને તેના ટેક્સ પણ ભર્યા છે. કોરોનાના સમયમાં જિમ બંધ કરવું પડ્યું હતું. હાલમાં પણ હું જિમમાં પર્સનલ ટ્રેનર તરીકે લોકોને તાલીમ આપું છું. ટેન્ડર ભરવામાં કોઈએ રસ ન દાખવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીની બેઠકમાં આ અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ બંને સુવિધાઓ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ આવશે. પાંચ વર્ષ બાદ કામગીરીની સમીક્ષા કરીને વધુ ત્રણ વર્ષ માટે સમયગાળો લંબાવવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. મકતમપુરા વોર્ડમાં જિમ્નેશિયમ અને લાઇબ્રેરીનું બાંધકામ અંદાજે 6થી 7 મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયું હતું. જોકે, પ્રથમ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ એજન્સી ન મળતાં આ સુવિધાઓ શરૂ કરવામાં વિલંબ થયો હતો. બીજી ટેન્ડર પ્રક્રિયામાં એકમાત્ર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થતાં હવે આ બંને સુવિધાઓ તેને આપવામાં આવી છે. દરખાસ્ત મંજૂર થતાં સ્થાનિક રાજકારણમાં અનેક તર્કવિતર્ક જુહાપુરા વિસ્તારમાં જિમ્નેશિયમ અને લાઇબ્રેરીના સંચાલન માટે તેઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એવા એજાઝ ખાન હમીદખાન પઠાણ AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ છે. તેઓ અગાઉ મકતમપુરા વોર્ડમાંથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે. એક તરફ ભાજપ અને AIMIM જાહેરમાં એકબીજા સામે રાજકીય આક્ષેપો કરતી રહે છે, ત્યારે બીજી તરફ AMCની કમિટીમાં AIMIMના શહેર પ્રમુખને આ સુવિધાઓના સંચાલનની દરખાસ્ત મંજૂર થતાં સ્થાનિક રાજકારણમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.
    Click here to Read More
    Previous Article
    8 હજાર શિક્ષકોને નોકરી આપી, હવે 10 હજારની ભરતીનું આયોજન:CMએ શિક્ષકોને સો.મીડિયાના ઉપયોગમાં પણ સંયમ રાખવા ટકોર કરી, અડાલજમાં 8,169 વિદ્યાસહાયકોને ભલામણ પત્રો અપાયા
    Next Article
    વજેપર ગામના સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબ મામલે વિવાદ:ગ્રામજનોએ ચેરિટી કમિશનર કચેરીએ લેખિત રજૂઆત કરી, ટ્રસ્ટના પ્રમુખે હિસાબ રજૂ કરવાની તૈયારી દર્શાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment