Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વજેપર ગામના સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબ મામલે વિવાદ:ગ્રામજનોએ ચેરિટી કમિશનર કચેરીએ લેખિત રજૂઆત કરી, ટ્રસ્ટના પ્રમુખે હિસાબ રજૂ કરવાની તૈયારી દર્શાવી

    9 hours ago

    મોરબીના વજેપર ગામમાં કાર્યરત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના વહીવટ અને હિસાબને લઈને ગ્રામજનો તથા ટ્રસ્ટના હોદ્દેદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષ 2019થી અત્યાર સુધી ટ્રસ્ટના આવક-જાવકના હિસાબ અંગે વારંવાર માંગણી કરવા છતાં સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ વર્ષથી હિસાબની માંગણી કરવામાં આવી રહી હોવા છતાં ટ્રસ્ટ દ્વારા યોગ્ય વિગતો આપવામાં આવતી ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. હિસાબ માંગવા પર ધમકી અને અપમાનજનક વર્તનનો આક્ષેપ આ મામલે કિશનભાઈ પરમાર, ઘેલજીભાઈ દાનાભાઈ, પ્રવીણભાઈ કંજરીયા સહિતના ગ્રામજનોએ આજે મોરબી ચેરિટી કમિશનર કચેરીએ પહોંચીને લેખિત રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટના હિસાબની માંગણી કરવામાં આવે ત્યારે ગ્રામજનો સાથે અપમાનજનક વર્તન કરવામાં આવે છે અને ધમકીઓ પણ આપવામાં આવે છે. આ મુદ્દે અગાઉ ગ્રામજનોએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. તેમ છતાં હિસાબ ન મળતાં અંતે ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ચેરિટી કમિશનર કચેરી દ્વારા કાર્યવાહી કરવાની ખાતરી ગ્રામજનોની રજૂઆતને પગલે ચેરિટી કમિશનર કચેરી દ્વારા ટ્રસ્ટને નોટિસ ઇશ્યૂ કરીને નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. આથી હવે ટ્રસ્ટના હિસાબ અને વહીવટ અંગે કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ટ્રસ્ટના પ્રમુખે બે વખત હિસાબ રજૂ કર્યાનો દાવો કર્યો બીજી તરફ, આ વિવાદ અંગે ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ ડાભીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ બે વખત ટ્રસ્ટના હિસાબ રજૂ કરવામાં આવ્યા છે. વધુમાં, ચેરિટી કમિશનર દ્વારા હિસાબ રજૂ કરવાનો આદેશ કરવામાં આવશે તો તમામ હિસાબ રજૂ કરવા માટે ટ્રસ્ટ તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તપાસના પરિણામ પર સૌની નજર એક તરફ ગ્રામજનો વર્ષ 2019થી હિસાબ ન મળ્યાનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ ટ્રસ્ટના પ્રમુખ અગાઉ બે વખત હિસાબ રજૂ કર્યાનો દાવો કરી રહ્યા છે. ત્યારે ચેરિટી કમિશનર કચેરી દ્વારા થનારી તપાસમાં ટ્રસ્ટના વહીવટ અને હિસાબ અંગે શું વિગતો સામે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકીય નેતાને સરકારી કોન્ટ્રાક્ટ મળી ગયો:જુહાપુરામાં AMC જિમ ચલાવવા AIMIM પાર્ટીના શહેર પ્રમુખને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત ભાજપના સત્તાધીશોએ મંજૂર કરી
    Next Article
    Shah Rukh Khan Greets Fans From Mannat Balcony On 61st Birthday After Skipping Midnight Ritual

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment