Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 હજાર શિક્ષકોને નોકરી આપી, હવે 10 હજારની ભરતીનું આયોજન:CMએ શિક્ષકોને સો.મીડિયાના ઉપયોગમાં પણ સંયમ રાખવા ટકોર કરી, અડાલજમાં 8,169 વિદ્યાસહાયકોને ભલામણ પત્રો અપાયા

    9 hours ago

    ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં 8,169 નવા વિદ્યાસહાયકોની નિમણૂકનો માર્ગ ખુલ્યો છે. અડાલજના ત્રિમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ નિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણ પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ એક તરફ શિક્ષણ વિભાગ આગામી સમયમાં વધુ 10 હજાર શિક્ષકોની ભરતીનું આયોજન કરી રહ્યો હોવાનો સંકેત આપ્યો હતો, તો બીજી તરફ નવા શિક્ષકોને તેમની જવાબદારી અને વર્તન અંગે ટકોર પણ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષકનું વર્તન અને આચરણ બાળકોના માનસ પર સીધી અસર કરે છે. શિક્ષક માત્ર વર્ગખંડમાં ભણાવે એટલું પૂરતું નથી, પરંતુ તેનું સમગ્ર વ્યક્તિત્વ પણ બાળકો માટે શીખવાનો વિષય બને છે. આથી શિક્ષકોએ ડિજિટલ અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સમાજમાં શિક્ષકનું સ્થાન ખૂબ જ આદરણીય છે. વ્યક્તિ ગમે તેટલો મોટો ડોક્ટર, એન્જિનિયર કે વૈજ્ઞાનિક બને, પરંતુ પોતાના શિક્ષક સામે નમે જ છે. ભરતીમાં 6 હજારથી વધુ મહિલાઓની પસંદગી આ ભરતીમાં 6 હજારથી વધુ મહિલા ઉમેદવારો પસંદગી પામી છે. મુખ્યમંત્રીએ તેને શિક્ષણ ક્ષેત્રે નારી શક્તિની વધતી ભાગીદારીનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રયાસોનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. પારદર્શક પ્રક્રિયાથી ઉમેદવારોને પોતાની મહેનત અને મેરિટના આધારે નોકરી મળી છે. આગામી સમયમાં વધુ 10 હજાર શિક્ષકોની ભરતી મુખ્યમંત્રીએ આગામી સમયમાં વધુ 10 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવાના શિક્ષણ વિભાગના આયોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે નવા શિક્ષકોને અપીલ કરી હતી કે, તેઓ વિદ્યાર્થીઓનું એવું ઘડતર કરે કે ભવિષ્યમાં આ બાળકો વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે. ગોખણપટ્ટી નહીં, સમજણ આધારિત શિક્ષણ આપવા મંત્રીની અપીલ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ગુજરાતી માધ્યમમાં ધોરણ 1થી 5 માટે આશરે 11 હજાર અને અન્ય માધ્યમોમાં આશરે 987 જગ્યાઓ મળીને કુલ આશરે 12 હજાર વિદ્યાસહાયકોની ભરતી મેરિટ અને ટેક્નોલોજીના આધારે પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. તેમણે નવા શિક્ષકોને બાળકોને ગોખણપટ્ટી કરાવવાને બદલે સમજણ આધારિત શિક્ષણ આપવા જણાવ્યું હતું. વાર્તા, પ્રયોગ, પ્રવૃત્તિ અને ટેક્નોલોજીના માધ્યમથી વર્ગખંડને રસપ્રદ બનાવવા પણ અપીલ કરી હતી. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું કે, શિક્ષક માત્ર ભણાવનાર નથી, પરંતુ ભવિષ્યના ઘડવૈયા છે. બાળકોમાં જ્ઞાનની સાથે સંસ્કાર, મૂલ્યો અને સારા ચારિત્ર્યનું નિર્માણ કરવું પણ શિક્ષકની જવાબદારી છે. કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નવનિયુક્ત શિક્ષકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મેડિકલ-ડેન્ટલની ખાલી 88 બેઠકો ભરવા સ્પેશિયલ રાઉન્ડ:MBBSની 56 અને BDSની 32 બેઠકો માટે સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજાશે, 4 નવેમ્બર સુધીમાં 3 લાખની ડિપોઝિટ ભરવી પડશે
    Next Article
    રાજકીય નેતાને સરકારી કોન્ટ્રાક્ટ મળી ગયો:જુહાપુરામાં AMC જિમ ચલાવવા AIMIM પાર્ટીના શહેર પ્રમુખને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત ભાજપના સત્તાધીશોએ મંજૂર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment