Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC મેટની ભરતીમાં 'સગાવ્હાલા કલ્યાણ યોજના'નો આક્ષેપ:97 એડહોક કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યુ થશે કે નવી જાહેરાત બહાર પડશે?, યુવરાજસિંહ જાડેજાનો સવાલ

    एक दिन पहले

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેટ (MET-મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ) વિભાગમાં થતી ભરતીઓને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ વિભાગમાં આર્થિક, રાજકીય અને બ્યુરોક્રેટ્સના વગ ધરાવતા લોકોને નોકરીઓ મળી રહી હોવાનો આક્ષેપ કરતા આ પ્રક્રિયાને 'સગા વ્હાલા કલ્યાણ યોજના' ગણાવી બંધ કરવાની માંગ ઉઠી છે. સાથે જ, આ મહિનાની 30 તારીખે પૂરા થઈ રહેલા 97 એડહોક કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યુ થશે કે નવી જાહેરાત બહાર પડશે, તે અંગે સ્પષ્ટતા માંગવા માટે આજે યુવરાજસિંહ જાડેજા એએમસી મેટ ખાતે પહોંચ્યા હતા. જોકે, આ મામલે જવાબ લેવા પહોંચેલા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ છે કે એએમસી મેટના વડા વણાલિયા સાહેબ કચેરીમાંથી છટકી ગયા હતા. તેમની કેબિનમાં પંખા, ટ્યુબલાઈટ, એસી ચાલુ હતા અને તેમના ચશ્મા પણ ત્યાં પડ્યા હતા, પરંતુ સ્ટાફે સવારે 10 વાગ્યે હાજર હોવાનું કહ્યા બાદ અચાનક તેઓ રજા પર ઉતરી ગયા હોવાનું જણાવ્યું હતું. ‘અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે’ આ ઉપરાંત, વર્તમાન ભરતીઓ ડીનના રેકમેન્ડેશનના આધારે થઈ હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે. જ્યારે ડીનને ભરતીની જાહેરાત બહાર ન પાડવા અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે HOD કે એએમસી મેટના રેકમેન્ડેશન મુજબ ભરતી થતી હોવાનું જણાવ્યું હતું. આમ, એએમસી મેટ, ડીન, ડીવાયએમસી સહિતના અધિકારીઓ કેરમની કુકરી કે વોલીબોલના દડાની જેમ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ મુદ્દે ડીવાયએમસી સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવતા માંગ કરવામાં આવી છે કે માત્ર અરજીના આધારે થતી ભરતીઓ બંધ થાય. આઈએએસ, આઈપીએસ અધિકારીઓ અને ભાજપના વગદાર નેતાઓના સંતાનોની ભરતી અટકાવી, બંધારણના આર્ટિકલ 14 અને 16 મુજબ તમામ ઉમેદવારોને સમાન તક મળે તે રીતે પારદર્શી ભરતી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ગોત્રીના 'રોઝ બેરી સ્પા'માં ભીષણ આગ લાગતા અફરાતફરી:ફાયર પહોંચે તે પહેલા સામાન બળીને ખાખ, સ્થાનિકોની ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાની કોશિશ
    Next Article
    સેન્સેક્સ 900 અંક વધીને 83900 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં 250 અંકોનો ઉછાળો; આઈટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment