Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રીના 'રોઝ બેરી સ્પા'માં ભીષણ આગ લાગતા અફરાતફરી:ફાયર પહોંચે તે પહેલા સામાન બળીને ખાખ, સ્થાનિકોની ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાની કોશિશ

    एक दिन पहले

    વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઓશિયા મોલની બાજુમાં આવેલા લોટસ અલાઈટ કોમ્પ્લેક્સ સ્થિત 'રોઝબેરી સ્પા'માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે સ્પાના ફર્નિચર સહિતના સામાનને મોટું નુકસાન પહોંચ્યું હતું. આગ એટલી વિકરાડ હતી કે આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર પહોંચે તે પહેલા સ્પામાં રહેલ સામાન મોટાભાગે બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ને કાબૂ મેળવ્યો ઘટનાની જાણ થતાં જવાસણા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને ત્યારબાદ કૂલિંગની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોની મહેનતથી આગ વધુ ફેલાતા અટકી આ અંગે વાસણા ફાયર સ્ટેશનના સર સૈનિક નિકુંજ મોદીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ટીવી, સોફા સેટ સહિતનો સામાન બળીને ખાખ આ ઘટનામાં સ્પાના આગળના ભાગમાં રહેલા સોફા સેટ, એલઈડી ટીવી, લાકડાનું ટેબલ અને ખુરશી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો, જ્યારે પાછળના ભાગે બનાવેલા કિચન સુધી આગ પહોંચી ન હતી. અધિકારીએ ઉમેર્યું હતું કે સ્પામાં વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ધુમાડો ભરાઈ ગયો હતો, જે ધીમે-ધીમે બહાર નીકળી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં આસપાસની દુકાનો કે ઉપરના માળને કોઈ નુકસાન થયું નથી અને હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રાઇવરનો મોબાઇલ હેક કરી ઠગાઈ આચરી:બેંક એકાઉન્ટમાંથી રૂ.1.52 લાખ સેરવી લીધા, 15 મિનિટમાં ત્રણ UPI ટ્રાન્ઝેક્શનથી ખાતું સાફ કર્યું
    Next Article
    AMC મેટની ભરતીમાં 'સગાવ્હાલા કલ્યાણ યોજના'નો આક્ષેપ:97 એડહોક કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યુ થશે કે નવી જાહેરાત બહાર પડશે?, યુવરાજસિંહ જાડેજાનો સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment