Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 900 અંક વધીને 83900 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં 250 અંકોનો ઉછાળો; આઈટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી

    एक दिन पहले

    શેરબજારમાં આજે એટલે કે 20 નવેમ્બરે તેજી છે. સેન્સેક્સ 900 અંક અથવા 1.08%ની તેજી સાથે 83,800 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 200 અંક અથવા 1.02%ની તેજી છે. તે 25,750ને પાર પહોંચી ગયો છે. આઈટી અને રિયલ્ટી શેરોમાં આજે સૌથી વધુ ખરીદી થઈ રહી છે. બજારમાં આવેલી તેજીના 2 મોટા કારણો… 1. વિદેશી રોકાણકારોની ખરીદી: લાંબા સમયથી ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહેલા વિદેશી રોકાણકારો (FIIs)એ છેલ્લા 7 દિવસમાં 14,927 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. આને એવી રીતે સમજો કે બજારમાં જો કોઈ મોટો ખરીદદાર એકસાથે હજારો કરોડ રૂપિયા લઈને આવી જાય, તો શેરોના ભાવ વધવા નિશ્ચિત છે. તેમની ખરીદીથી આ શેરોના ભાવ વધે છે, જેની સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલી તેજીના રૂપમાં જોવા મળે છે. નોંધ: FIIs અને DIIsના ચોખ્ખા ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. 2. કાચા તેલની કિંમતોમાં થોડી રાહત: બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઘટીને પ્રતિ બેરલ આશરે 90 ડૉલર થઈ ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ કાચું તેલ વિદેશથી આયાત કરે છે, તેથી ભાવ ઘટવાથી દેશનો ખર્ચ બચે છે અને મોંઘવારી નિયંત્રણમાં રહે છે. મોંઘવારી ઘટવાની અપેક્ષાથી રોકાણકારોનો વિશ્વાસ વધે છે, જે શેરબજાર માટે સકારાત્મક સંકેત છે. જાપાન અને કોરિયાના બજારો 5% તૂટ્યા 19 નવેમ્બરે અમેરિકન બજારમાં ઘટાડો રહ્યો
    Click here to Read More
    Previous Article
    AMC મેટની ભરતીમાં 'સગાવ્હાલા કલ્યાણ યોજના'નો આક્ષેપ:97 એડહોક કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યુ થશે કે નવી જાહેરાત બહાર પડશે?, યુવરાજસિંહ જાડેજાનો સવાલ
    Next Article
    'માતા સીતા વોરિયર પ્રિન્સેસ હતાં, વિવાદ શા માટે?':'રામાયણ'માં સીતાનો અવાજ આપનાર ગુજ્જુ એક્ટ્રેસ અમીની ત્રાડ; કહ્યું- રણબીરને જોતાં જ બોલતી બંધ થઈ ગઈ'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment