Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારણપુરા ચાર રસ્તા પાસેના AMC પાર્કિંગ પ્લોટમાંથી જુગાર અડ્ડો ઝડપાયો:જુગાર રમતાં 9 લોકોની PCB સ્ક્વોડે ધરપકડ કરી, 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં AMC પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતા 9 આરોપીઓની PCB સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન સહિત 5.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ બહારથી આવીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપી કુંતલ પટેલની પોલીસે શોધખોળ શરૂ કરી છે. AMC પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતાં 9 ઝડપાયા પોલીસ કમિશનરની PCB સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નારણપુરા AEC ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કેટલાક લોકો બેસીને જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે PCB ટીમના માણસો વોચમાં ગોઠવાયા હતા અને પાર્કિંગ પ્લોટમાં આવેલા એક કન્ટેનરમાં કેટલાક લોકો ભેગા થયેલા હોવાનું જાણ થતાની સાથે દરોડો પાડયો હતો. પોલીસે જુગાર રમતા 9 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે કુંતલ પટેલ નામનો શખ્સ મળી આવ્યો ન હતો. 3 લાખ રોકડા સહિત 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે અંગજડતી તથા દાવના મળી કુલ્લે નાણા રૂ.3,03,000, મોબાઇલ ફોન નંગ-10 કિ.રૂ.2,20,000 મળી કુલ્લે કિ.રુ.5,23,000/-ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બહારથી આવીને જુગારીઓ જુગાર રમતા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસની હદમાં જુગાર ધામ ચાલતું હતું જેને લઈને આ મામલે પણ સ્થાનિક પોલીસ કેમ અજાણ હતી કે કેમ તેને લઈને તપાસ થઈ શકે છે. પકડાયેલા આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    20 ફૂટ લાંબી, 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે:રાંચરડામાં સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી થશે
    Next Article
    સુરતનું ઘરેણું સરથાણા નેચર પાર્ક:એક જ વર્ષમાં 9.50 લાખ પ્રવાસીઓ ઉમટ્યા, પાલિકાને 2.57 કરોડની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment