Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 ફૂટ લાંબી, 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે:રાંચરડામાં સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી થશે

    12 hours ago

    સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)ની ભવ્ય ઉજવણી રાંચરડામાં 2 એપ્રિલ, 2026ને ગુરુવારના રોજ કરવામાં આવશે.આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને પૂજા કરી શકાશે.સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠ અને 8 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ, હનુમાન પ્રકોટોત્સવના દિવસે સમગ્ર દિવસ ભંડારો યોજાશે. મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ મંદિરનું વિશેષ વર્ણન કરતાં જણાવ્યું કે, આ મંદિરનું 23 ઓગસ્ટ, 2024ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં હનુમાનજીની વિશ્રામ કરતી મુર્તિ સ્થાપિત છે. આ હનુમાનજીની દુર્લભ મૂર્તિ છે, જે ભારતનું ચોથું મંદિર છે. જેમાં આવી અનોખી મૂર્તિ છે. મૂર્તિમાં પાતાળ લોક સાથે રાવણનો ભાઈ અહિરાવણ તેમના પગ નીચે દબાયેલો, રામ-લક્ષ્મણ અને પુત્ર મકરધ્વજ સાથેનું અદ્ભુત રૂપ દર્શાવાયું છે. આ 2000 કિલો વજનની મૂર્તિ દુર્લભ રાજસ્થાની પથ્થરથી નિર્મિત છે. ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ વધુમાં જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે. જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરીની અસીમ કૃપાનો ભક્તો અનુભવ કરી શકે છે.” તેઓએ બધા ભક્તોને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા આવવા વિનંતી કરી છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી આ મંદિર ધીમે ધીમે પ્રખ્યાત બની રહ્યું છે. મંદિર પરિસરમાં લોકોને દિવ્યાનંદનો અનુભવ થાય છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી વિકસિત આ મંદિરમાં અનેક ભક્તોએ તેમના પ્રેમની અનુભૂતિ થયેલી છે. તેમની કૃપાથી મંદિરમાં 3 રામ રોટી સેવા રથ ચલાવવામાં આવે છે, જે દરરોજ સવાર-સાંજ 500 જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડે છે. આ ઉપરાંત, દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક રોગ ચકાસણી-દવા, સાધુ-સંતો માટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ઉપલબ્ધ છે.દર મહિનાના પ્રથમ મંગળવારે સવારે હવન, જેમાં ભક્તો ભાગ લઈ શકે.દર રવિવારે સુંદરકાંડ, કીર્તન અને આર્તી – સૌ માટે ખુલ્લું. હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન, દશેરા પર ફાફડા-જલેબી વિતરણ વગેરે તહેવારો ભક્તિભાવે ઉજવાય છે.મંદિર ના સ્થાપક ડો.પ્રવેણભાઈ ગર્ગ તથા નિત્ય સેવા આપતા કીર્તિભાઈ પટેલ (કીર્તિ કાકા ) , ભરતભાઈ જોષી , રાહુલભાઈ બારોટ , ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે આ પ્રસંગે બધા ભક્તોને હાજર રહેવા અને હનુમાનજીની તથા બીન કરોરી મહારાજ ની અસીમ કૃપા મેળવવા આમંત્રણ આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી કર્મચારીઓના મોટા પાયે બદલીના હુકમ:વર્ગ-3ના હિસાબ અને તિજોરી વિભાગે અનેક અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપી
    Next Article
    નારણપુરા ચાર રસ્તા પાસેના AMC પાર્કિંગ પ્લોટમાંથી જુગાર અડ્ડો ઝડપાયો:જુગાર રમતાં 9 લોકોની PCB સ્ક્વોડે ધરપકડ કરી, 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment