Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતનું ઘરેણું સરથાણા નેચર પાર્ક:એક જ વર્ષમાં 9.50 લાખ પ્રવાસીઓ ઉમટ્યા, પાલિકાને 2.57 કરોડની આવક

    9 hours ago

    આધુનિક યુગના કૃત્રિમ મનોરંજનના સાધનો અને મોલ-સિનેમાની સંસ્કૃતિ વચ્ચે પણ સુરતીઓનો કુદરત પ્રત્યેનો પ્રેમ અકબંધ રહ્યો છે, જેનો જીવંત પુરાવો સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના તાજેતરના આંકડાઓ આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલ મુજબ, છેલ્લા 12 મહિનામાં આ નેચર પાર્કે લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ હવે એક ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. એક વર્ષમાં 9 લાખ પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લીધી આ વર્ષ દરમિયાન અંદાજે 9,50,033 જેટલા મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જે દર્શાવે છે કે લોકો હવે શહેરના કોંક્રિટના જંગલો અને ઘોંઘાટથી દૂર કુદરતના ખોળે સમય વિતાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓના ધસારાને કારણે સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં પણ માતબર વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન માત્ર ટિકિટ બારી અને ઓનલાઈન બુકિંગના માધ્યમથી કુલ 2,57,75,460 રૂપિયાની જંગી આવક નોંધાઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ આવક માનવામાં આવે છે. વન્યજીવોની માવજત, તેમના ખોરાક અને પાર્કના આધુનિકીકરણ પાછળ જે ખર્ચ થાય છે, તેની સામે આ આવક પાલિકા વહીવટદારો માટે ખૂબ જ પ્રોત્સાહક સાબિત થઈ રહી છે. સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર તાપી નદીના મનોરમ અને શાંત કિનારે 81 એકર જેટલી વિશાળ જમીન પર પથરાયેલું આ નેચર પાર્ક તેની કુદરતી બનાવટ અને ગાઢ હરિયાળી માટે પ્રખ્યાત છે. નેચર પાર્કના મુખ્ય અધિકારી ડૉ. રાજેશ દેસાઈના જણાવ્યા અનુસાર, અહીંનું વાતાવરણ એટલું શુદ્ધ અને શાંત છે કે જે કોઈપણ પ્રવાસીના મનને પ્રફુલ્લિત કરી દે છે. આટલા મોટા વિસ્તારમાં પથરાયેલી હજારો વનસ્પતિઓ અને ઘટાદાર વૃક્ષોને કારણે ભર ઉનાળામાં પણ અહીં તાપમાનમાં ઘટાડો અનુભવાય છે, જે સુરતીઓને કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે. વન્યજીવોની વાત કરીએ તો, અહીં રાખવામાં આવેલા સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ હંમેશાથી બાળકો અને મોટેરાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ હિંસક પ્રાણીઓ ઉપરાંત, પાર્કની શોભા વધારતા અત્યંત સુંદર અને દુર્લભ ગણાતા સફેદ મોર તેમજ જળબિલાડી જોવા માટે પણ મુલાકાતીઓની ભારે ભીડ જામતી હોય છે. પક્ષીઓની સેંકડો પ્રજાતિઓ અને સરીસૃપો માટે તૈયાર કરવામાં આવેલા ખાસ વિભાગોને કારણે શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રવાસનું સ્થળ પણ બની ગયું છે, જ્યાં તેઓ પ્રત્યક્ષ રીતે વન્યજીવનનો અભ્યાસ કરી શકે છે. ટિકિટ બારી પર લાંબી કતારોમાં ઉભા રહેવાની મુસીબતમાંથી છુટકારો નેચર પાર્કની સફળતા પાછળ તેના વ્યવસ્થિત મેનેજમેન્ટ અને આધુનિક સુવિધાઓનો પણ મોટો ફાળો રહ્યો છે. પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઈન ટિકિટિંગ વ્યવસ્થાને કારણે રજાના દિવસોમાં પ્રવાસીઓને ટિકિટ બારી પર લાંબી કતારોમાં ઉભા રહેવાની મુસીબતમાંથી છુટકારો મળ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ જાહેર રજાઓ અને વેકેશનના ગાળામાં અહીં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. ખાસ કરીને દિવાળી, નાતાલ અને ઉનાળુ વેકેશન દરમિયાન રોજના હજારો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવતા હોય છે. મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં સ્વચ્છતા અને સુરક્ષા બાબતે પાલિકા સતર્ક રહે છે. આગામી દિવસોમાં મુલાકાતીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે પાલિકા દ્વારા વધુ સુવિધાઓ વિકસાવવાનું અને વિદેશી કે અન્ય રાજ્યોના નવા પ્રાણીઓ લાવવાનું આયોજન પણ વિચારાધીન છે. આ પ્રયાસોનો મુખ્ય હેતુ પ્રવાસન ક્ષેત્રે સુરતનું નામ સમગ્ર દેશમાં મોખરે લાવવાનો અને લોકોને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત કરવાનો છે. 9.50 લાખથી વધુ પ્રવાસીઓનો આ રેકોર્ડ એ વાતની સાબિતી છે.
    Click here to Read More
    Previous Article
    નારણપુરા ચાર રસ્તા પાસેના AMC પાર્કિંગ પ્લોટમાંથી જુગાર અડ્ડો ઝડપાયો:જુગાર રમતાં 9 લોકોની PCB સ્ક્વોડે ધરપકડ કરી, 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Rollback not enough, transporters announce border blockade demanding complete waiver of Himachal’s entry tax

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment