Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCએ ભારે વરસાદની આગાહી કરી, લોકો ઘરમાં પૂરાતા તડકો નીકળ્યો:અમદાવાદમાં સિઝનનો 35 ઇંચ વરસાદ, સરેરાશ 3 ઇંચ વરસાદથી જ બોપલથી લઈ વાસણા સુધીના વિસ્તારો જળબંબાકાર થયા

    19 hours ago

    અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. બપોર પછી મનપાએ વરસાદની આગાહી સાથે સૌને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી હતી. જો કે પછી તો સ્વચ્છ આકાશ જોવા મળ્યું અને તડકો નીકળ્યો હતો.આજે સૌથી વધારે 4.40 ઇંચ વરસાદ બાકરોલમાં પડ્યો છે. જ્યારે નવરંગપુરા, મક્તમપુરા, વાસણા અને સરખેજમાં ચારથી સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ શહેરમાં સિઝનનો સરેરાશ 35 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. આમ 100 ટકા વરસાદ થઈ ગયો છે. મેઘરાજાએ તોફાની ઇનિંગ રમતા અમદાવાદને બાનમાં લેતા પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતિ જોવા મળતા કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. અમદાવાદનો વરસાદ, 3 તસવીરમાં જુઓ શહેરમાં મુખ્ય 10 જંકશનનો પર પાણી ભરાયેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ રમેશે જણાવ્યું હતું કે શહેરમાં આજે એક કલાકમાં ચાર ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડ્યો છે અને ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. પાણી ભરાવવાના પગલે તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં મુખ્ય 18 જંકશનનો પર વધુ પાણી ભરાય છે જેમાં હજી સુધી ચાર કલાક બાદ પણ 10 જગ્યાએ નિકાલ કરવાની કામગીરી બાકી છે. ‘વધુ પાણી ભરાય છે તે વિસ્તારોમાં જવું નહીં, વૃદ્ધો-બાળકોએ ઘરમાં રહેવું’ શહેરમાં 235 જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે જેમાં 150થી વધુ જગ્યાઓ પરથી પાણીનો નિકાલ થઈ ચૂક્યો છે. જ્યારે બાકીની જગ્યાઓ પર અત્યારે પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. જો વરસાદ નહીં આવે તો બપોર સુધીમાં તમામ જગ્યાઓ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જશે. બપોરે 2 વાગ્યા બાદ ભારે વરસાદની આગાહી છે જેથી તમામ નાગરિકોને અપીલ છે કે જ્યાં વધુ પાણી ભરાય છે એવા વિસ્તારોમાં લોકોએ જવું નહીં. વૃદ્ધો અને બાળકોએ ઘરમાં જ રહેવું. વધારે લેવલનું પાણી હોવાથી જલ્દી પાણીનો નિકાલ થયો નહી સાબરમતી નદીનું લેવલ ચોમાસાની સિઝનમાં 128થી 130 ફૂટ હોય છે, પરંતુ 136 ફૂટનું લેવલ હતું જેથી પાણી ઘટાડવા માટે દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. અગાઉથી 128 ફૂટ હોવું જોઈએ તેની જગ્યાએ ખૂબ વધારે લેવલનું પાણી હોવાના પગલે જલ્દી પાણીનો નિકાલ થયો ન હતો. જોકે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવા સિંચાઈ વિભાગ અને કોર્પોરેશન દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. ‘સાબરમતી બે કાંઠે છલોછલ બતાવવા 136.50નું લેવલ કરી અમદાવાદને ડુબાડ્યું’ અમદાવાદમાં થોડા વરસાદમાં થયેલી તારાજી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચાપલૂસી કરવામાં અધિકારીઓ ભૂતકાળમાંથી બોધપાઠ ન લઈ જેમ નર્મદા ડેમમાંથી પાણી છોડી ભરુચ અંકલેશ્વરના ગામો ડુબાડયા હતા તે જ પ્રકારે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે છલોછલ બતાવવા વાસણા બંધના તમામ દરવાજા બંધ કરી 136.50નું લેવલ કરી અમદાવાદ શહેરને ડુબાડ્યું. ‘વરસાદની આગાહી છતાં 136.50 સુધી નદી ભરી’ એક બાજુ પાણીની અછત હોવા છતાં નર્મદા કેનાલમાંથી સાબરમતી નદીમાં સાહેબની વર્ષગાંઠ માટે સ્પેશિયલ પાણી છોડી નદી ભરવામાં આવી. એક બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારે વરસાદ હોય ત્યારે નદીનું લેવલ 129 ફૂટથી વધારવું નહીં તેવું કહે છે જ્યારે ગઈકાલે સાહેબના વર્ષગાંઠ નિમિત્તે વરસાદની આગાહી હોવા છતાં 136.50 સુધી ભરવામાં આવી. ગઈકાલે વર્ષગાંઠ તો પતી ગઈ તો એ પાણી કે જેની હાલ ખેતીમાં જરૂરિયાત ન હોય અને ભારે વરસાદની આગાહી હોવા છતાં આ સંગ્રહ કરેલ પાણી નદીમાં જ છોડવાનું હતું તો ધીમે ધીમે એ પાણી રાત્રે જ ખાલી કરી શક્યા હોત પરંતુ અધિકારીઓની અણઆવડતને કારણે ગઈકાલ રાત્રે અને આજે સવારે વધુ વરસાદ પડતા અમદાવાદ શહેરને જળબંબાકાર કર્યું. દિવસભરની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    ઠાકરે પરિવારની રાજનીતિનો ધ એન્ડ?:દિશા સાલિયાન CBI કેસ સુશાંત મર્ડરની ચાવી, મોટા માથાઓ પર તલવાર, પોલીસના ભોપાળાથી HC બગડ્યું
    Next Article
    સાથી કારીગર જ ચોર નીકળ્યો, CCTV:ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયેલા યુવકનો ફોન ચોરી સાથીદાર ફરાર, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment