Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC લીગલ વિભાગની કામગીરી સામે સવાલ:ટ્રાન્સેડિયા-એકા કલબનો 20.69 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી, કાયદાકીય વિવાદના કારણે પૈસા અટવાયા

    9 hours ago

    અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત ટ્રાન્સસ્ટેડિયા (એકા ક્લબ) પાસેથી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ને લેવાના નીકળતા ₹20.69 કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત લાંબા સમયથી કાયદાકીય વિવાદના કારણે અટવાઈ પડી છે. વર્ષોથી હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલા આ કેસને પગલે કોર્પોરેશનના લીગલ ડિપાર્ટમેન્ટની કામગીરી તેમજ વકીલો પાછળ થતા લાખો-કરોડોના ખર્ચ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. “સામાન્ય પ્રજાની મિલકત સીલ થાય છે, તો મોટા એકમો સામે ઢીલાશ કેમ?”: કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ ટી. સોનીએ મનપા તંત્ર સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દર વર્ષે વકીલોની ફી અને કાયદાકીય કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. પોતાની લીગલ ટીમ હોવા છતાં આટલી મોટી રકમના કેસનો વર્ષો સુધી આખરી નિકાલ કેમ નથી આવતો? જો સામાન્ય મધ્યમવર્ગીય નાગરિકનો સામાન્ય વેરો બાકી હોય તો મનપા તરત જ નોટિસ ફટકારી, વ્યાજ વસૂલી મિલકત સીલ કરી દે છે. પરંતુ મોટા માથાઓ અને લક્ઝુરિયસ ક્લબો પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં તંત્ર કેમ કડકાઈ દાખવતું નથી? કોર્પોરેશન દ્વારા પોતાની લીગલ ટીમ પાછળ દર વર્ષે કેટલો ખર્ચ કરવામાં આવે છે તે તમામ આંકડા જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે. હાઈકોર્ટમાં વર્ષોથી ચાલી રહ્યો છે કાનૂની વિવાદ TransStadia અને AMC વચ્ચે પ્રોપર્ટી ટેક્સ આકારણીનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં SCA No. 6018/2019 હેઠળ ટ્રાન્સસ્ટેડિયા દ્વારા ટેક્સ બિલને પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ SCA No. 5072/2022 (M/s SE TransStadia Private Limited vs Ahmedabad Municipal Corporation) હેઠળ પુનઃ મામલો હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. વર્ષોથી ચાલતી આ લીગલ લડાઈ વચ્ચે શહેરના વિકાસ કાર્યોમાં વપરાઈ શકે તેવો ₹20.69 કરોડ જેટલો જંગી ટેક્સ અટવાયેલો રહ્યો છે. “હાઈકોર્ટનો સ્ટે છે, દર વર્ષે નોટિસ મોકલીએ છીએ” આ સમગ્ર વિવાદ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, હાલ આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટે (મનાઈહુકમ) આપવામાં આવેલો છે. મનપાના ટેક્સ વિભાગ દ્વારા નિયમાનુસાર દર વર્ષે પ્રોપર્ટી ટેક્સ બિલની સાથે કાયદેસરની ડિમાન્ડ નોટિસ પણ મોકલવામાં આવે છે. હાઈકોર્ટમાં કેસનો નિર્ણય કોર્પોરેશનની તરફેણમાં આવ્યા બાદ તમામ બાકી રકમ વ્યાજ અને પેનલ્ટી સહિત વસૂલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પોલીસની લાલ આંખ:એટ્રોસિટી અને દુષ્પ્રેરણા હેઠળ 4 સિનિયર ડૉક્ટરો સામે ગાળિયો કસાયો, ગમે તે ક્ષણે ધરપકડ
    Next Article
    સુરતમાં ખાડીપૂર નિયંત્રણ માટે તંત્ર સજ્જ:188 કિ.મી. ખાડીઓના LiDAR અને ડ્રોન સર્વે પૂર્ણ, 15 દિવસમાં આવશે કાયમી ઉકેલનો રિપોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment