Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખાડીપૂર નિયંત્રણ માટે તંત્ર સજ્જ:188 કિ.મી. ખાડીઓના LiDAR અને ડ્રોન સર્વે પૂર્ણ, 15 દિવસમાં આવશે કાયમી ઉકેલનો રિપોર્ટ

    8 hours ago

    સુરત શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલો ટેક્નિકલ અભ્યાસ હવે ઝડપી બન્યો છે. તાપી ભવન ખાતે યોજાયેલી ખાસ સમિતિની બેઠકમાં કન્સલ્ટન્ટ દ્વારા શહેરની 188 કિલોમીટર લાંબી ખાડીઓનો LiDAR, DGPS અને ડ્રોન સર્વે પૂર્ણ થયાની વિગતો રજૂ કરાઈ હતી. હાલ મેળવેલા ડેટાના આધારે હાઇડ્રોલોજી મોડલ રન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેનાથી કેચમેન્ટ લેવલનું પુનઃમૂલ્યાંકન કરી પાણીના વહનનો વિગતવાર અભ્યાસ કરાશે. સમગ્ર અભ્યાસનો પ્રિલિમિનરી રિપોર્ટ આગામી 15 દિવસમાં આપવાનો આદેશ કરાયો છે. 140 મીટર વિસ્તારમાં ખાડી પહોળી કરી 18 હજાર ઘનમીટર માટી દૂર કરાઈ અભ્યાસ અંતર્ગત વરસાદ દરમિયાન મીઠી ખાડી મિડલ રિંગ રોડ નજીક નાયરા પેટ્રોલ પંપ સામેથી ઓવરટોપ થતી હોવાથી તેની ટેક્નિકલ ચકાસણી શરૂ કરાઈ છે. આ સાથે મીઠી ખાડી કિનારે મિલેનિયમ એમ-4 માર્કેટ પાસેની ગેબિયન વોલના સ્થાને નવી રિટેનિંગ વોલ બનાવવાથી જળવહન ક્ષમતા પર પડનારી અસરો ચકાસવામાં આવી રહી છે. બીજી તરફ સુરત ડ્રેનેજ વિભાગ નં.2 દ્વારા ભામૈયા-કડોદરા અને અલથાણ-ભમરોલી ખાડી વિસ્તારમાં 10 એક્સકેવેટર મશીનોથી સફાઈ હાથ ધરીને 140 મીટર વિસ્તારમાં ખાડી પહોળી કરી 18 હજાર ઘનમીટર માટી દૂર કરવામાં આવી છે. ખાડીપૂરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા યોજના તૈયાર કરાશે તંત્ર દ્વારા નાગરિકો, જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો પાસેથી મળેલા સૂચનોને પણ કન્સલ્ટન્ટને મોકલી આ ટેક્નિકલ અભ્યાસમાં આવરી લેવાયા છે. આગામી 15 દિવસમાં રજૂ થનારા પ્રિલિમિનરી રિપોર્ટના આધારે સુરત શહેરને ખાડીપૂરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટેની આખરી યોજના તૈયાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    AMC લીગલ વિભાગની કામગીરી સામે સવાલ:ટ્રાન્સેડિયા-એકા કલબનો 20.69 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી, કાયદાકીય વિવાદના કારણે પૈસા અટવાયા
    Next Article
    बीजेपी की नई टीम का विश्लेषण, गोयल क्यों बने कोषाध्यक्ष, स्मृति महासचिव

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment