Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCમાં 155 આઉટસોર્સિંગ સફાઈ સુપરવાઇઝરોનો વિરોધ:3 મહિનાથી પગાર ન મળતા દાણાપીઠ મુખ્ય આફિસે પહોંચ્યા, પરિવારનું ગુજરાન ચલાવવા વ્યાજે પૈસા લેવાનો વારો આવ્યો

    13 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રાજ્ય સરકારની નીતિ મુજબ કાયમી ભરતીના બદલે આઉટસોર્સિંગથી કામગીરી કરાવવામાં આવી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓને સમયસર પગાર ન ચૂકવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં સ્વચ્છતાની કામગીરી પર દેખરેખ રાખતા આશરે 155 જેટલા સફાઈ સુપરવાઈઝરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતાં તેઓ આક્રોશ સાથે AMCની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. 3 મહિનાથી પગાર બાકી, કર્મચારીઓની હાલત કફોડી શહેરને સ્વચ્છ રાખવા માટે AMC દ્વારા ‘ડી.જી. નાકરાણી’ નામની આઉટસોર્સિંગ એજન્સીને સફાઈ સુપરવાઈઝરો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કર્મચારીઓએ જણાવ્યું કે તેમને દર મહિને ₹14,500 પગાર ચૂકવવામાં આવે છે. તેઓ પોતાના જ ખર્ચે પેટ્રોલમાં વાહન ચલાવીને સમગ્ર શહેરમાં સુપરવિઝન કરે છે, છતાં છેલ્લા 3 મહિનાથી તેમને એકપણ રૂપિયો પગાર મળ્યો નથી. પગાર ન મળવાને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું, બાળકોની શાળાની ફી ભરવી અને હોમ/વહિકલ લોનના EMI ચૂકવવા માટે વ્યાજે પૈસા લેવાનો વારો આવ્યો છે. કોન્ટ્રાક્ટર અને તંત્રનો ગોળ-ગોળ જવાબ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર અને પાલિકા તંત્રમાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જ્યારે પણ એજન્સી પાસે પગારની માગણી કરવામાં આવે છે, ત્યારે "મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી બિલ પાસ થશે પછી જ પગાર ચૂકવાશે" તેવું કહીને સમય વિતાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે તેમનો બાકી પગાર ચૂક્વવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. અગાઉ પણ BRTSમાં થયો હતો આવો જ વિવાદ નોંધનીય છે કે, થોડા દિવસો અગાઉ અમદાવાદ BRTS માં પણ એક એજન્સી દ્વારા કર્મચારીઓને પગાર ન ચૂકવતાં ભારે હોબાળો થયો હતો. તે સમયે તંત્ર દ્વારા તાત્કાલિક પગાર ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી અને વિવાદિત સુપરવાઈઝરને સસ્પેન્ડ કરાયો હતો. ત્યારે હવે સફાઈ વિભાગના આ 155 સુપરવાઈઝરોને તેમનો હકનો પગાર ક્યારે મળશે તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ ઉજવાયો:'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનથી ગુડ ટચ-બેડ ટચ, હેલ્પલાઈન અંગે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન અપાયું
    Next Article
    કચ્છના 535 સખી મંડળોને રૂ. 14.05 કરોડની લોન મંજૂર:મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે, ગ્રામ્ય અર્થતંત્રને ગતિ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment