Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના 535 સખી મંડળોને રૂ. 14.05 કરોડની લોન મંજૂર:મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે, ગ્રામ્ય અર્થતંત્રને ગતિ મળશે

    14 hours ago

    કચ્છ જિલ્લામાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરાયેલી 'સખી મંડળ કેશ ક્રેડિટ ઝુંબેશ'ને નોંધપાત્ર સફળતા મળી છે. ડે-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ, જિલ્લાના 535 સખી મંડળોને કુલ રૂ. 14.05 કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ, જુલાઈ માસને વિશેષ કેશ ક્રેડિટ ઝુંબેશ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ અભિયાન દરમિયાન, તાલુકા સ્તરથી લઈને ફિલ્ડ લેવલ સુધીના અધિકારીઓ અને કર્મચારીઓએ નાણાકીય સહાયની જરૂરિયાત ધરાવતા સખી મંડળોની ઓળખ કરી, તેમની લોન અરજીઓ તૈયાર કરી અને બેંકો સાથે અસરકારક સંકલન સ્થાપિત કર્યું હતું. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે, જિલ્લા સ્તરે વિવિધ બેંકોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજાઈ હતી. દરેક બેંક અને તેની શાખાઓને સખી મંડળોને ધિરાણ આપવા માટે અલગ-અલગ લક્ષ્યાંકો ફાળવવામાં આવ્યા હતા. નિયમિત અનુસરણ અને પ્રગતિની સમીક્ષાના પરિણામે, અભિયાનને ગતિ મળી અને ટૂંકા ગાળામાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા. 20 થી 31 જુલાઈ દરમિયાન, જિલ્લાના તમામ તાલુકાઓમાં વિશેષ કેશ ક્રેડિટ લોન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોમાં મોટી સંખ્યામાં મહિલા સખી મંડળોએ ભાગ લઈ બેંકિંગ પ્રક્રિયાનો લાભ મેળવ્યો હતો. મંજૂર થયેલી લોનનો ઉપયોગ હસ્તકલા, પશુપાલન, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ, ખાદ્ય પ્રોસેસિંગ અને અન્ય નાના-મધ્યમ વ્યવસાયોના વિકાસ માટે કરવામાં આવશે. આનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો, રોજગારીની નવી તકોનું સર્જન અને પરિવારની આવકમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ અભિયાન કચ્છની ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે. સરકારની આ પહેલથી મહિલા ઉદ્યોગસાહસિકોમાં આત્મવિશ્વાસ વધશે, સ્વરોજગારીને પ્રોત્સાહન મળશે અને ગામડાંના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધુ મજબૂત બનશે.
    Click here to Read More
    Previous Article
    AMCમાં 155 આઉટસોર્સિંગ સફાઈ સુપરવાઇઝરોનો વિરોધ:3 મહિનાથી પગાર ન મળતા દાણાપીઠ મુખ્ય આફિસે પહોંચ્યા, પરિવારનું ગુજરાન ચલાવવા વ્યાજે પૈસા લેવાનો વારો આવ્યો
    Next Article
    રીંછે ઘરમાં ઘૂસી હુમલો કર્યો, 5 લોકો લોહીલુહાણ:પાલનપુર પાસેના ગામમાં રીંછનો આતંક, રસ્તામાં જે મળ્યું તેના પર તૂટી પડ્યું, ભયનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment