Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ ઉજવાયો:'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનથી ગુડ ટચ-બેડ ટચ, હેલ્પલાઈન અંગે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન અપાયું

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વેરાવળની નાલંદા જ્ઞાન વિદ્યાલયમાં 'નારી વંદન ઉત્સવ-2026' અંતર્ગત 'મહિલા કલ્યાણ દિવસ'ની ઉજવણી કરાઈ. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. તેમને મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને વિવિધ સરકારી સેવાઓ વિશે માહિતી અપાઈ. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનના હેતુઓ અને મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન મળ્યું. દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસ સાથે મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા સરકાર દ્વારા થતી કામગીરી પણ સમજાવવામાં આવી. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલિયાએ 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનના હેતુઓ અને મહિલા સશક્તિકરણના વિવિધ પાસાં વિશે માહિતી આપી. તેમણે મહિલાઓ માટેની સુરક્ષાલક્ષી સેવાઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યોજનાઓ અને મદદરૂપ વ્યવસ્થાઓની રૂપરેખા પણ રજૂ કરી. 'શી-ટીમ'ના હર્ષાબેન બારડે મહિલાઓ અને યુવતીઓ માટે ઉપલબ્ધ વિવિધ હેલ્પલાઈન વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર ભાવનાબેન વાંજાએ સપોર્ટ સેન્ટરની કામગીરી, જરૂરિયાતમંદ મહિલાઓને મળતી સહાય અને કાઉન્સેલિંગ અંગે માર્ગદર્શન આપ્યું. સખી વન સ્ટોપ સેન્ટરના શ્રદ્ધાબેને વિદ્યાર્થિનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ આપી. કોઈપણ અયોગ્ય વર્તન કે સ્પર્શ સામે જાગૃત રહેવા અને મુશ્કેલીના સમયે ક્યાં તથા કેવી રીતે મદદ મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન અપાયું. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓને અપાતી વિવિધ સેવાઓ વિશે પણ માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, 'સખી' વન સ્ટોપ સેન્ટર તથા સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ સેમિનારમાં ભાગ લઈ મહિલા સુરક્ષા, કાયદાકીય સહાય, સરકારી યોજનાઓ અને સશક્તિકરણની વિવિધ પહેલ અંગે ઉપયોગી માહિતી મેળવી. 'નારી વંદન ઉત્સવ-2026' અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓ અને મહિલાઓને તેમના અધિકારો, સુરક્ષા વ્યવસ્થા અને ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે જાગૃત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    ડીડીઓએ લાલપુરના ત્રણ ગામોની સરકારી કચેરીઓની મુલાકાત લીધી:ગ્રામ પંચાયત, આંગણવાડી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી
    Next Article
    AMCમાં 155 આઉટસોર્સિંગ સફાઈ સુપરવાઇઝરોનો વિરોધ:3 મહિનાથી પગાર ન મળતા દાણાપીઠ મુખ્ય આફિસે પહોંચ્યા, પરિવારનું ગુજરાન ચલાવવા વ્યાજે પૈસા લેવાનો વારો આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment