Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCની પાર્કિંગ માટે પ્લોટ ભાડે આપી કમાણી:એસ.જી. હાઇવે, પ્રહલાદનગર સહિત 12 કોમર્શિયલ બિલ્ડિંગોને પ્લોટ ભાડે આપ્યા, 52.96 લાખની આવક

    8 hours ago

    અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે પાર્કિંગ પ્લોટોને વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને જે વિસ્તારોમાં કોમર્શિયલ બિલ્ડીંગોમાં પાર્કિંગ ન હોય ત્યાં નજીકમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટને ભાડે આપવામાં આવી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી હાઇવે, પ્રહલાદનગર, અને જોધપુર વિસ્તારોમાં આવેલા એવા કોમર્શિયલ કોમ્પલેક્ષો, જ્યાં પોતાની પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી તેઓ માટે AMCએ પોતાના ખુલ્લા પ્લોટ્સ સમયબદ્ધ ધોરણે ભાડે આપીને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની મંજૂરી આપી છે. AMCએ 12 કોમર્શિયલ એકમોને પ્લોટ ભાડે આપ્યા શહેરમાં પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરખેજ અને જોધપુર વોર્ડ વિસ્તારમાં આવેલા વિવિધ ખુલ્લા પ્લોટોને “Only Parking Purpose (For All)” હેતુસર ફાળવવામાં આવ્યા છે. એસજી હાઇવે, પ્રહલાદનગર, આનંદનગર, જોધપુર, મકરબા જેવા વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં પાર્કિંગના અભાવે આસપાસના રસ્તાઓ પર વાહનો ગેરરીતે પાર્ક થતાં હતાં, જેના કારણે ટ્રાફિક જામ અને વાહનવ્યવહારની સમસ્યાઓ સર્જાતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને AMC દ્વારા કુલ 12 કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ ભાડે આપવામાં આવ્યા છે. AMCને કુલ રૂ. 52.96 લાખની આવક થઈ YMCA ક્લબ પાછળનો વિસ્તાર, આનંદનગર રોડ, એસ.જી. હાઈવે, પ્રહલાદનગર રોડ, કોર્પોરેટ રોડ તથા કર્મ કોલેજ નજીકના વિસ્તારોમાં આવેલા પ્લોટો પાર્કિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે. AMC દ્વારા આ પ્લોટો બદલ સંબંધિત અરજદારો પાસેથી ભાડું, GST અને ડિપોઝિટની રકમ વસૂલવામાં આવી છે. જેમાં કુલ રૂ. 41,53,500 ભાડા પેટે, રૂ. 1,04,760 GST પેટે તેમજ રૂ. 10,38,375 ડિપોઝિટ તરીકે વસૂલવામાં આવ્યા છે. આમ AMCને કુલ રૂ. 52,96,635ની આવક પ્રાપ્ત થઈ છે. રસ્તાઓ પર થતા અનઅધિકૃત પાર્કિંગમાં ઘટાડો આ પાર્કિંગ પ્લોટો માટે મોટાભાગની મંજૂરીઓ એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે. ખાસ કરીને એસ.જી. હાઈવે, આનંદનગર, મકરબા, પ્રહલાદનગર અને સરખેજ જેવા ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં AMC દ્વારા આ આયોજન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે અસરકારક સાબિત થઈ રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પલેક્ષો દ્વારા AMCના પ્લોટ ભાડે લઈ અલગ પાર્કિંગ સુવિધા ઉભી કરાતા આસપાસના રસ્તાઓ પર થતા અનઅધિકૃત પાર્કિંગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સોને પાર્કિંગ માટે 102 પ્લોટ ફાળવ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અન્ય ઝોનમાં પણ વધતી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ખાનગી માલિકો તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સોને પાર્કિંગ હેતુસર કુલ 102 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ઝોન પ્રમાણે ઉત્તર ઝોનમાં 18, દક્ષિણ ઝોનમાં 6, પૂર્વ ઝોનમાં 21, પશ્ચિમ ઝોનમાં 12, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 33 તથા દક્ષિણ-પાશ્ચિ ઝોનમાં 12 પ્લોટ પાર્કિંગ માટે મંજૂર કરવામાં આવ્યા છે. AMC દ્વારા શહેરના વ્યસ્ત વિસ્તારોમાં અવ્યવસ્થિત પાર્કિંગને નિયંત્રિત કરવા અને ટ્રાફિક મેનેજમેન્ટને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આ પ્રકારની આયોજનબદ્ધ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    '11 મહિના થયા છતાં ટાટા ગ્રુપ તરફથી વળતર મળ્યું નથી':ફિલ્મમેકરના પત્નીએ કહ્યું-'નોકરીનું વચન આપ્યું પણ જવાબ આપતા નથી', અમદાવાદ પ્લેન ક્રેશના પીડિત પરિવારના આક્ષેપ
    Next Article
    અમદાવાદને 2030 સુધીમાં 'રેબીઝ ફ્રી' બનાવવાનું લક્ષ્ય:રોડ પર રખડતા કૂતરાઓની ગણતરી શરૂ, કુતરાના લોકેશન અને રસીની માહિતી સાથેની તમામ ડીટેલ મેળવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment