Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાપન સમારંભમાં કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને દંડ મળશે:અમદાવાદની કોમનવેલ્થ 2030ની પ્રથમ ઝલક ગ્લાસગોમાં બતાવાશે

    8 hours ago

    સ્કોટલેન્ડના ગ્લાસગોમાં રવિવારે યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારંભમાં અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ સર્જાશે. સમારંભ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને યજમાન બેટન (Host Baton) ઔપચારિક રીતે અમદાવાદને સોંપવામાં આવશે. આ સાથે અમદાવાદની 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદ તરફની સત્તાવાર યાત્રાનો પ્રારંભ થશે. સમાપન સમારંભમાં વિશ્વભરના દર્શકોને ‘અમદાવાદ 2030’માં શું જોવા મળશે તેની પ્રથમ ઝલક પણ રજૂ કરવામાં આવશે. અમદાવાદમાં યોજાનારી 2030ની કોમનવેલ્થ ગેમ્સ ઐતિહાસિક રીતે પણ વિશેષ રહેશે. કારણ કે 1930માં કેનેડાના હેમિલ્ટનમાં શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પણ આ આયોજન સાથે પૂર્ણ થશે. આ મહાકાય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ શહેર અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત છે. ગ્લાસગોમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. ગ્લાસગોના સમાપન સમારંભમાં હેન્ડઓવર સેરેમની ત્રણ ભાગમાં યોજાશે. પ્રથમ ભાગમાં ‘વંદે માતરમ્’ના 150 વર્ષની ઉજવણી રજૂ થશે. બીજા ભાગમાં ભારતીય સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટિશ પાઇપવાદક રોસ એન્સલી વચ્ચે શાસ્ત્રીય જુગલબંધી યોજાશે, જે ગ્લાસગો 2026 અને અમદાવાદ 2030 વચ્ચે સાંસ્કૃતિક સેતુ બનશે. અંતિમ ભાગમાં સમગ્ર ભારતની ઝાંખી રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાતને વિશેષ સ્થાન અપાશે. ગ્લાસગો 2026ના સેરેમનીઝ ઓફિસર લુઈસા મેહોએ જણાવ્યું કે આ હેન્ડઓવર બે દેશોની ભાવનાઓને એક મંચ પર રજૂ કરતો અવસર છે. સેરેમની ડિરેક્ટર ચંદા સિંહે જણાવ્યું કે, ભારતની પરંપરાની પ્રથમ ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરાશે.
    Click here to Read More
    Previous Article
    ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વોકળા પુરવાનું પાપ બિલ્ડર-તંત્રનું, ભોગવવાનું પ્રજાએ, આઉટ ગ્રોથ એરિયામાં જળબંબાકાર!
    Next Article
    ડોલવણમાં સૌથી વધું સવા ઇંચ‎:તાપીમાં જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં હાશકારો, 38 રસ્તા હજુ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment