Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વોકળા પુરવાનું પાપ બિલ્ડર-તંત્રનું, ભોગવવાનું પ્રજાએ, આઉટ ગ્રોથ એરિયામાં જળબંબાકાર!

    7 hours ago

    ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં કોર્પોરેશનની હદમાં અને શહેરને અડીને આવેલા વિસ્તારોના વિકાસ માટે સરકાર સક્રિય છે. આઉટ ગ્રોથ એરિયાના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા દર વર્ષે ફાળવે છે. પરંતુ તંત્ર દ્વારા બાંધકામો અને સોસાયટીઓને અપાયેલી આડેધડ મંજૂરીઓ તેમજ આયોજન વગરના ડ્રેનેજ-પાણીની લાઈન અને રોડને કારણે વોટર લોગિંગનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. નાળા અને કુદરતી વોકળામાં પણ અડચણ ઊભી થતા નદી અને દરિયામાં ભળતું પાણી અટકી ગયું છે. રસ્તા તો પાણીમાં ગરકાવ થયા પરંતુ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો ભળતા કોર્પોરેશનની હદ પણ વધી છે. કોર્પોરેશનમાં આ વિસ્તારોનો સમાવેશ થતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ આવશ્યકતા ઉભી થાય તે સહજ બાબત છે. જેથી સરકાર દ્વારા પણ તેને ગંભીરતાથી લઈ આઉટ ગ્રોથ એરિયાના ડેવલોપમેન્ટ અને સુવિધા વધારવા માટે સ્વર્ણિમ જયંતી અંતર્ગત ખાસ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. સરકારનું આ પગલું આવકારદાયક છે. શહેરને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને ચોક્કસપણે સુવિધા મળવી જોઈએ. કોર્પોરેશનમાં સમાવેશ થતા જ આ ગ્રામ્ય વિસ્તારોના લોકોને જુદા જુદા ટેક્સ કોર્પોરેશનને ભરવા પડે છે જેથી કોર્પોરેશન દ્વારા લોકોને સુવિધા આપવાની ફરજ છે. સરકાર દ્વારા તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ તેનો સદુપયોગ થતો નથી. સરકારની ગ્રાન્ટ જાણે બિલ્ડરોને કમાવવા માટે ફાળવી હોય તે રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ડેવલોપરો દ્વારા અનેક વિસ્તારમાં સોસાયટીઓ બનાવી છે તેમાં કુદરતી વોકળા અને નાળા પણ બુરી દીધા છે અથવા તો જે પ્રમાણમાં વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ તે મુજબ વ્યવસ્થા પણ ઉભી કરી નથી. જેના કારણે ચોમાસા દરમિયાન આઉટ ગ્રોથ એરિયાની હાલત કફોડી બની જાય છે. ખાસ કરીને અકવાડા, રુવા, તરસમીયા, અધેવાડા વિસ્તારમાં અનેક સોસાયટીઓ કુદરતી વહેણ આડે અવરોધ રૂપ બની છે. ત્યારે ઘણા વિસ્તારમાં તો સોસાયટીના લેવલ કરતા રોડ ઊંચા હોય અથવા સોસાયટીનું લેવલ એટલું ઊંચું રાખ્યું હોય કે આસપાસની જૂની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી જાય છે. હાલમાં વોટર લોગીંગને કારણે અકવાડા, રૂવા, તરસમીયા અને અધેવાડા સહિતની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. વધુ વરસાદ પડે ત્યારે તો લોકોના વાહન વ્યવહાર પણ અટકી પડે છે. ઘણી સોસાયટીઓ તો જાણે ટાપુ બની ગઈ હોય તેવી હાલત થઈ જાય છે. અકવાડા અને રૂવાની અનેક સોસાયટીઓની હાલત વધુ કફોડી બની ગઈ છે. કોર્પોરેશન દ્વારા સોસાયટીઓના મંજુર કરવામાં આવેલા પ્લાન અને કરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે તપાસનો વિષય છે. જે ગંભીર જાણી જોઈને કરેલી ક્ષતિઓને કારણે લોકો તોબા પોકારી ગયા છે. વધુ વરસાદમાં ગંભીર દુર્ઘટનાને નકારી શકાય નહીં. ટીપીના કંટુર મેપ સરવે શરૂ છે, લેવલ મુજબ પ્લાન થશે આઉટ ગ્રોથ એરિયામાં વોટર લોગિંગના પ્રશ્નના હલ માટે હાલમાં ટીપી વિસ્તારમાં કંટુર મેપ મુજબ સરવે શરૂ છે. જેમાં રોડ, પાણી અને ડ્રેનેજ લાઈનના લેવલ ચકાસવામાં આવી રહ્યા છે. લેવલ મુજબ જ આગામી બાંધકામની મંજૂરીના પ્લાન કરવામાં આવશે. જેથી પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાશે. À મૌલિક પટેલ, એડિશનલ સીટી એન્જિનિયર હવે નવી ગાઈડ લાઈન, પહેલા ગટર અને પાણી પછી રોડ સરકાર દ્વારા આઉટગ્રોથ વિસ્તારને સુવિધા પૂરી પાડવા માટે ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ આડેધડ ખર્ચ કરાઈ રહ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી સરકાર દ્વારા આગામી વર્ષ 2026-27 થી ગ્રાન્ટ વાપરવામાં પણ નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં આ વિસ્તારોમાં સર્વ પ્રથમ ગટર અને પાણીની સુવિધા પૂરી થયા બાદ જ રોડ સહિતના ઇનફાસ્ટ્રકચરના કામ કરવાના રહેશે. ગ્રાન્ટમાં પણ ગ્રોથ, 2 કરોડની ગ્રાન્ટ 5 વર્ષમાં 40 કરોડે પહોંચી મહાનગરપાલિકાની હદમાં પરંતુ શહેરી વિસ્તારને અડીને આવેલા વિસ્તારોના વિકાસ માટે સરકારે ગ્રાન્ટ ફાળવવામાં પણ કૂદકા માર્યા છે. વર્ષ 2021-22 માં 2 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જે વર્ષ 2024-25 માં 25 કરોડ અને વર્ષ 2025-26 માં 40 કરોડ ગ્રાન્ટ ફાળવી હતી. તેમજ આગામી વર્ષ 2026-27માં 45 કરોડથી પણ વધુ ફાળવવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ट्रंप के गाजा समझौते में क्या है? तुर्की-कतर भी खुश, इजरायल का पक्ष मजबूत, फिर नेतन्याहू को क्यों टेंशन
    Next Article
    સમાપન સમારંભમાં કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને દંડ મળશે:અમદાવાદની કોમનવેલ્થ 2030ની પ્રથમ ઝલક ગ્લાસગોમાં બતાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment