Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC સ્કૂલ બોર્ડની ચૂંટણી થશે:ભાજપના ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ સહિત 12 સભ્યોએ ફોર્મ ભર્યા, કોંગ્રેસ શહેર પ્રમુખે પણ સભ્ય માટે ફોર્મ ભર્યું

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના નવા ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવાની છે જેના માટે આગામી 25 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજવાની છે. સ્કૂલ બોર્ડમાં 12 સભ્યો માટે ભાજપના 12 અને કોંગ્રેસના એક એમ 13 ફોર્મ ભરાયા છે. કોંગ્રેસ તરફથી પણ ફોર્મ ભરવામાં આવ્યું હોવાથી હવે ચૂંટણી કરવામાં આવશે જોકે ભાજપ દ્વારા ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે અંકિત રાઠોડને જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 13 સભ્યોના ફોર્મ ભરાયા મેયર હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, આજે 10 ઓગસ્ટના રોજ સ્કુલ બોર્ડ 12 સભ્યોની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 13 સભ્યોના ફોર્મ ભરાયા છે. તમામ ફોર્મની 17 ઓગસ્ટના રોજ ચકાસણી કરવામાં આવશે. સ્કુલ બોર્ડના કુલ 16 સભ્યો પૈકી ભાજપના 12, કોંગ્રેસના 1 અને રાજ્ય સરકારમાંથી 3 સભ્યોની નિમણુંક કરવામાં આવે છે. સ્કુલ બોર્ડની ચૂંટણી માટે ભરવામાં આવેલા ફોર્મ પૈકી પૈકી અનુસૂચિત જાતિ અને જનજાતિની કેટેગરીમાં 1 બેઠક માટે એક જ ફોર્મ ભરાયું છે. 8 સામાન્ય બેઠકો માટે 8 ઉમેદવારી ફોર્મ ભરાયા જ્યારે મેટ્રીક્યુલેશન અથવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાતની ત્રણ બેઠકો પૈકી ત્રણ ઉમેદવારના ફોર્મ આવેલ છે તેમજ 8 સામાન્ય બેઠકો માટે 8 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. 25 ઓગસ્ટના રોજ મેયર હિતેશ બારોટની ઓફિસ ખાતે ચૂંટણી યોજાશે અને મતગણતરી કરી વિજેતા સભ્યોના નામની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફોર્મ ભરનાર ભાજપના સભ્યો પૈકી 4 સભ્યો ધોરણ-8, 10 અને 12 પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના બાળકોના શિક્ષણમાં તેઓ શું યોગદન આપશે? તેવો પ્રશ્ન સ્કુલ બોર્ડના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોસાયટીમાં દેકારો કરતા 3 શખ્સોને ઠપકો આપતા વૃદ્ધ પર હુમલો:બે શખ્સોએ પકડી રાખ્યા, ત્રીજાએ જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી ધારીયાથી હુમલો, ત્રણ સામે ફરિયાદ
    Next Article
    વિકૃત આનંદ મેળવવા ગુદામાર્ગમાં કાચની બોટલ નાખનાર યુવકનું મોત:4 દિવસ દર્દ છુપાવ્યા બાદ સિવિલે ઓપરેશન કર્યું પણ જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment