Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ' અને પુસ્તક વિમોચન યોજાયું:AMA ખાતે રાજ્યના અનસંગ હીરોઝનું વિશિષ્ટ સન્માન કરાયું

    9 hours ago

    શહેરના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે 'નોર્થ અમેરિકન ઈન્ડિયન્સ', 'નોલેજ પ્લસ ફાઉન્ડેશન' અને 'L.J. યુનિવર્સિટી'ના સંયુક્ત ઉપક્રમે “ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ” તેમજ પુસ્તક વિમોચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં પડદા પાછળ રહીને પ્રેરણાદાયી યોગદાન આપનારા વિશિષ્ટ વ્યક્તિત્વોને બિરદાવવાનો અને નવી પેઢીને પ્રેરણા પૂરી પાડવાનો છે. આ એવોર્ડ્સનો હેતુ ગુજરાતનાં પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાનો અને આવનારી પેઢીને પ્રેરિત કરવાનો એક પ્રયાસ છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને સાંસદ સભ્ય નરહરિભાઈ અમીન, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર, અમિત શાહ, બરોડાથી પધારેલ દ્વારકેશ લાલજી મહારાજ, lJ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર મનીષ શાહ, બોલિવુડના એક્ટર, ડિરેક્ટર દિપક તિજોરી, સમાજસેવી, પત્રકાર એવા વિષ્ણુ પંડ્યા, અને કાર્યક્રમની સારસંભાળ માટે ભાવેશ ઉપાધ્યાય તેમજ ગ્લોબલ મેનેજમેન્ટ થિન્કર તરીકે ડૉ શૈલેષ ઠાકર હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ડૉ શૈલેષ ભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, વતનની માટી સાથે જોડાયેલા આ લોકો ગુજરાતનો ખરો ખજાનો છે, તેથી તેમના કામને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટ, સુરત, અમરેલી, મુંબઇ, જામનગર, વડોદરા, ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં રહેતા વિવિધ ક્ષેત્રના અનસંગ હીરોસને એવોર્ડ્સ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગર મહાનગરપાલિકાને 105 કરોડની ગ્રાન્ટ મળી:મુખ્યમંત્રીએ સર્વાંગી વિકાસ માટે ચેક અર્પણ કર્યો
    Next Article
    પોલીસ સ્ટેશન સામે 2 શખ્સે રિક્ષામાં બેસી દારુ ગટગટાવ્યો, VIDEO:એક બાળકને સિગારેટ પીવડાવી, વડોદરામાં પકડાયા પછી કાન પકડી કહ્યું: 'હવે પછી ક્યારેય નહીં પીએ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment