Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશન સામે 2 શખ્સે રિક્ષામાં બેસી દારુ ગટગટાવ્યો, VIDEO:એક બાળકને સિગારેટ પીવડાવી, વડોદરામાં પકડાયા પછી કાન પકડી કહ્યું: 'હવે પછી ક્યારેય નહીં પીએ'

    11 hours ago

    વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જ રિક્ષામાં બેસીને 2 યુવકે દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં 2 શખ્સ રિક્ષામાં ખુલ્લેઆમ દારૂ પીતા જોવા મળે છે. એટલું જ નહીં, એક શખસ બાળકને સિગારેટ પીવડાવતો હતો. પોલીસે તપાસ કરીને મોહિત ભોંસલે અને સલમાન દિવાનની ધરપકડ કરી અને બંને સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કાર્યવાહી બાદ બંને આરોપીઓએ કાન પકડીને ફરી દારૂ નહીં પીવાની વાત કરી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. પકડાયા પછી કાન પકડીને કહ્યું કે, હવે પછી ક્યારેય દારુ નહીં પીએ. 'હું મારી ભૂલ સ્વીકારું છું' આરોપી મોહિત ભોંસલેએ કાન પકડીને જણાવ્યું હતું કે, રિક્ષામાં બેસીને દારૂ પીતો મારો વીડિયો વાયરલ થયો હતો. રિક્ષામાં દારૂ પીવા બેઠો હતો, તે બદલ હું મારી ભૂલ સ્વીકારું છું અને મારી ભૂલ બદલ માફી માંગું છું, સોરી. 'હવે પછી ક્યારેય દારૂ નહીં પીઉં. મારી ભૂલ થઈ ગઈ' આરોપી સલમાન દિવાને કહ્યું કે, સાહેબ, અમને માફ કરી દો. અમારાથી ભૂલ થઈ ગઈ છે. દારૂ પીને અમે ભૂલ કરી છે, તેથી અમને માફ કરી દો. હવે પછી ક્યારેય દારૂ નહીં પીઉં. મારી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દેજો. હવે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જ દારૂની મહેફિલ! ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તાર સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ખાસ કરીને સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે આ પ્રકારના તત્વો રોજે રોજ જાહેરમાં દારૂની પાર્ટીઓ કરે છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વિડીયો વાયરલ થતા પોલીસ સ્ટેશનમાં એક્સનમાં આવી છે, આ પ્રકારના તત્વોને ડામવા માટે રોજ રોજ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. પોલીસ કામગીરી પર સવાલો ઉઠ્યાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જ આ પ્રકારની મહેફિલ થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું હવે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી? તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરીને દારૂ ક્યાંથી આવ્યો અને આરોપીઓ અન્ય કોઈ ઘટનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ' અને પુસ્તક વિમોચન યોજાયું:AMA ખાતે રાજ્યના અનસંગ હીરોઝનું વિશિષ્ટ સન્માન કરાયું
    Next Article
    Aman Chopra booked for video in hospital ‘without precautions’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment