Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટર દંપતીના સંતાનો નીટની એક્ઝામમાં ટોપર:વિદ્યાર્થીઓનો દબદબો, સૌમ્ય પટેલ AIR-57 સાથે સિટી ટોપર અને સના મકસૂદ ગર્લ ટોપર બની

    1 day ago

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાંની સાથે જ હીરાનગરી સુરતના હોનહાર વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે. સુરતના વેસુ સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા 'એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ'ના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ મેડિકલ પ્રવેશ પરીક્ષામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા શાનદાર બાજી મારી છે. દેશના ટોપ-1000 વિદ્યાર્થીઓની યાદીમાં સુરત સેન્ટરના જ 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે. સૌમ્ય પટેલ ઓલ ઇન્ડિયા રેન્ક 57 સાથે સુરત સિટી ટોપર એલન સુરતના રેગ્યુલર ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થી સૌમ્ય પટેલે ઓલ ઇન્ડિયા લેવલે 57મો રેન્ક (AIR-57) પ્રાપ્ત કરીને સુરત સિટી ટોપર બનવાનું બહુમાન મેળવ્યું છે. સૌમ્યની આ અસાધારણ સિદ્ધિથી સંસ્થા અને તેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, વિદ્યાર્થિનીઓના કેટેગરીમાં પણ સુરતની દીકરીઓએ કાઠું કાઢ્યું છે. એલન સુરતની જ ક્લાસરૂમ સ્ટુડન્ટ સના મકસૂદે ઓલ ઇન્ડિયા રેન્ક 452 (AIR-452) મેળવીને સુરત સિટી ગર્લ ટોપર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ટોપ-1000માં સુરતના 6 રત્નો ચમક્યા એલન સુરતના સેન્ટર હેડ ભૂપેન્દ્ર દુબેએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત સેન્ટરનું પરિણામ આ વર્ષે પણ અત્યંત ઉત્કૃષ્ટ રહ્યું છે. દેશભરના શ્રેષ્ઠ 1000 વિદ્યાર્થીઓમાં સુરતના જે 6 હોનહાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. સેન્ટર હેડના જણાવ્યા અનુસાર, આ તમામ વિદ્યાર્થીઓએ છેલ્લા બે વર્ષ દરમિયાન અત્યંત મહેનત અને સચોટ માર્ગદર્શન હેઠળ આ સફળતા પ્રાપ્ત કરી છે. દેશના ટોપ-100માંથી 46 વિદ્યાર્થીઓ એલન ઇન્સ્ટિટ્યૂટના સુરત ઉપરાંત ઓલ ઇન્ડિયા લેવલે પણ સંસ્થાએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સંસ્થાના નેશનલ રિઝલ્ટ્સની વાત કરીએ તો, આર્યન ગુપ્તા અને અંશુલ બંસલે સંયુક્ત રીતે 720 માંથી 715 ગુણ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ટાઇબ્રેકર નિયમોના આધારે આર્યન ગુપ્તાને ઓલ ઇન્ડિયા રેન્ક-1 (AIR-1) અને અંશુલ બંસલને ઓલ ઇન્ડિયા રેન્ક-2 (AIR-2) જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય સંસ્થાના ક્લાસરૂમ પ્રોગ્રામના આયુષ ભાલોટિયાએ 710 ગુણ મેળવીને AIR-4, ઓનલાઇન ટેસ્ટ સિરીઝના વિદ્યાર્થી આર્યન દુબેએ AIR-7 અને ક્લાસરૂમ સ્ટુડન્ટ ગૌરવ સિંહે AIR-9 મેળવીને દેશના ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે. એલનના સીઈઓ નિતિન કુકરેજાએ આ ઐતિહાસિક પરિણામ બદલ તમામ સફળ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઓનલાઇન માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે દેશના ટોપ-10 માંથી 5, ટોપ-20 માંથી 10, ટોપ-50 માંથી 23 અને ટોપ-100 માંથી 46 વિદ્યાર્થીઓ એલન ઇન્સ્ટિટ્યૂટના છે. બે વર્ષમાં ક્યારેય આજે નહી વાચુ એવુ મન થયું જ નથી સૌમ્ય પટેલે જણાવ્યું હતું કે, મેં NEET 2026 માં ઓલ ઇન્ડિયા રેન્ક 57 હાસિલ કર્યું છે. બહુ મહેનત કરેલી અને કન્સિસ્ટન્ટલી બે વર્ષ માટે મહેનત કરી છે. એવું નહિ કે આજે મન નથી થતું તો આજે નહિ વાંચું. મેં એવું એવું જ રૂટીન રાખેલું કે જે હું બે વર્ષ સુધી વિધાઉટ બર્નઆઉટ ફોલો કરી શકું. મારા પપ્પા રેડિયોલોજિસ્ટ છે અને મારી મમ્મી ડેન્ટિસ્ટ છે. AI તો નહિ વાપરેલું. ખાલી કોઈ વાર આમ કોઈ ક્વેશ્ચનના સોલ્યુશન માટે વાપરેલું હતું બાકી નહિ વાપર્યું. હું રોજ એક ટુ-ડુ લિસ્ટ બનાવી દેતો કે મને આટલી-આટલી વસ્તુ કરવાની છે, પછી એ પતાવવામાં જેટલો ટાઈમ લાગે એ પ્રમાણે વાંચી લેતો. 10-12 માર્ક્સ ઓછા આવવાનું કારણ પેપરનું લેવલ હતું વિદ્યાર્થિની સના મકસૂદે જણાવ્યું હતું કે, મારે 720 માંથી 672 આવ્યા છે. મારે ફર્સ્ટ નીટ (NEET)માં 686 આવ્યા હતા. 10-12 માર્ક્સ ઓછા આવવાનું કારણ પેપરનું લેવલ હતું અને પ્રેશર (દબાણ) હતું. કારણ કે અમે ફરીથી અટેમ્પ્ટ કરી રહ્યા હતા, જે પરીક્ષા અમે પહેલા એકવાર આપી ચૂક્યા છીએ. મને લાગે છે કે આ વખતે પેપર ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યું હતું, એકદમ પોઇન્ટ ટુ પોઇન્ટ અને ટૂંકું (કન્સાઇઝ) હતું, જેથી તફાવત ખબર પડી શકે કે કોણ વધારે સારું અને ડિઝર્વિંગ (લાયક) છે. એવી આશા તો હતી જ કે પેપર અઘરું હશે, અને મને લાગે છે કે ઘણા લોકો માટે એ સારું પણ થયું કે પેપર અઘરું આવ્યું. બે વર્ષમાં 150ની આસપાસ ટેસ્ટ આપ્યા છે. તેમણે આગામી સમયમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો હતો કે ગમે એટલું પ્રેશર આવે, મને લાગે છે કે તેને અવોઇડ (દૂર) કરીને જો તમે તમારા કામ પર જ ફોકસ કરશો, તો એ વધારે સારું રહેશે અને રિઝલ્ટ પણ વધારે સારું આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાયા:યોગ્ય આયોજન અને લેવલિંગના અભાવે નવો રોડ સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યો, મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય
    Next Article
    વીજ પોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ:ધ્રાંગધ્રાના કોંઢમાં ખેડૂતોની બેઠક, ફરી આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment