Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ પોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ:ધ્રાંગધ્રાના કોંઢમાં ખેડૂતોની બેઠક, ફરી આંદોલનની ચીમકી

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે વીજ પોલ સ્થાપિત કરવા બદલ સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર મુદ્દે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. સરકારે ઓછું વળતર જાહેર કરતાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે અને તેમણે ફરી આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. વીજ પોલ નાખવાની કામગીરી દરમિયાન થયેલી નુકશાની સામે સરકારે ઓછું વળતર જાહેર કર્યું છે. આથી, કોંઢ સહિત આસપાસના ગામોના ખેડૂતોએ સરકારના વળતર અંગેના પરિપત્રનો વિરોધ કર્યો હતો. ખેડૂતોની માંગ છે કે તેમને નુકશાની પેટે ચાર ગણું અને એકસાથે વળતર ચૂકવવામાં આવે. આ મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતો ગામે ગામ જઈ પંચાયતના લેટર પેડ પર લેખિત રજૂઆતો એકત્રિત કરશે. ત્યારબાદ, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. આ બેઠકમાં કોંઢ સહિતના અનેક ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંઢ ગામ ખેડૂતોના આંદોલનનું મુખ્ય કેન્દ્ર બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટર દંપતીના સંતાનો નીટની એક્ઝામમાં ટોપર:વિદ્યાર્થીઓનો દબદબો, સૌમ્ય પટેલ AIR-57 સાથે સિટી ટોપર અને સના મકસૂદ ગર્લ ટોપર બની
    Next Article
    પોપટપરા નાળામાં પાણી ભરાવાની સમસ્યાનું સંભવત: છેલ્લું વર્ષ:રાજકોટ મનપાનો રેલવે સાથે પત્રવ્યવહાર શરૂ, સંકલન બાદ કરોડોનાં ખર્ચે પાઇપલાઇન નખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment