Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો:AIMIMના ઉમેદવારે કહ્યું- બજરંગ દળના ગુંડાઓએ 4 યુવકોને માર્યા, જ્વલિત મહેતા બોલ્યા- 400ને મારીને નાગીન ડાન્સ કરાવ્યો

    12 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અલગ અલગ મુદ્દાઓ પર રાજકીય પાર્ટીઓ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરતી હોય છે ત્યારે અમદાવાદમાં ચૂંટણીમાં હવે લવ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે. AIMIM પાર્ટીના જમાલપુર વોર્ડના ઉમેદવાર અબ્દુલ અહદે જાહેર સભામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓ દ્વારા લવ જેહાદના મુદ્દે અમદાવાદના ચાર જેટલા મુસ્લિમ યુવકોને માર્યા છે અને પોલીસ ફરિયાદ પણ થઈ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. AIMIM પાર્ટીના ઉમેદવાર દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો અમે સફળ થઈ ગયા તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓને પણ રોકીશું. ‘4 નહીં 400ને માર્યા, બધાને નાગીન ડાન્સ પણ કરાવ્યો’ બજરંગ દળના નેતા જ્વલીત મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં AIMIM પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે લવ જેહાદના મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ ચાર મુસ્લિમ યુવકોને માર્યા હતા ત્યારે હું કહેવા માગું છું કે એમના આંકડા ખોટા છે અમે 4 નહીં 400ને માર્યા છે અને બધાને નાગીન ડાન્સ પણ કરાવ્યો છે. AIMIMવાળાને કહેવા માગું છું કે જે પણ હિન્દુ બહેન દીકરીઓ સાથે લવ જેહાદનું ષડયંત્ર કરશે એની અમે આવી જ હાલત કરીશું. AIMIMના જે મુસ્લિમ નેતાઓ બની રહ્યા છે એમને હું કહેવા માગું છું કે જો તમારા સમાજના છોકરાઓની આટલી જ ચિંતા હોય તો હિન્દુ બહેન-દીકરીઓની આજુબાજુ પણ ફરે નહીં. જો હિન્દુ બહેન-દીકરીઓને ફસાવશો અને લવ જેહાદ કરશે તો માર ખાવાનું નક્કી છે. ‘નિકોલ, વટવા, ઘાટલોડિયામાં લવજેહાદ મુદ્દે ફરિયાદ થઈ’ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIM પાર્ટી મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી જમાલપુર, દરીયાપુર, ગોમતીપુર સહિત અલગ અલગ બેઠકો પર લડી રહી છે ત્યારે જમાલપુર બેઠક પરથી AIMIM પાર્ટીના યુવા ઉમેદવાર અબ્દુલ અહદ દ્વારા જમાલપુર ખાતે એક જાહેર સભામાં સંબોધતા કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓએ લવ જેહાદ મુદ્દે અમદાવાદના ચાર મુસ્લિમ યુવકોને માર માર્યો હતો. નિકોલ, વટવા, ઘાટલોડિયા વિસ્તારમાં લવ જેહાદ મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કેમ કોમના ધારાસભ્ય બોલ્યા નથી. ખબર નથી પડતી કેવા ધારાસભ્ય છે. એમને કોમની કંઈ પડી જ નથી. કોમ મુદ્દે બોલતા પણ નથી. ‘AIMIM સફળ થઈ તો દાદાગીરીને રોકવાનું કામ કરીશું’ AIMIM પાર્ટીના ઉમેદવાર અબ્દુલ અહદે જાહેર સ્ટેજ પરથી કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓને હું કહેવા માંગુ છું કે જો AIMIM પાર્ટી સફળ થઈ ગઈ તો અમે તમારી દાદાગીરીને રોકવાનું પણ કામ કરીશું. આ નિવેદન બાજી પરથી હવે ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણીમાં જમાલપુર સહિત અલગ અલગ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર હિન્દુ મુસ્લિમનો મુદ્દો છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યો છે. જમાલપુર- ખાડીયા વિધાનસભાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા પણ અગાઉ ખાડીયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ કહીને ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો લાવવામાં આવ્યો છે ત્યારે ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    હિમાચલ કોંગ્રેસમાં ‘કામ કરો અથવા પદ છોડો’ નીતિ:પદાધિકારીઓના કામનું મોનિટરિંગ થશે, 3 ઝોનમાં મૂલ્યાંકન; રેડ ઝોનવાળા પદ પરથી હટશે
    Next Article
    રાજકોટનાં વોર્ડ નં-6માં રસકાસીભર્યો જંગ:ભાજપમાંથી સસ્પેન્ડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ હવે કોંગ્રેસ તરફથી મેદાને, કહ્યું- લોકસેવાની કદર કરવાને બદલે મારા વિરૂદ્ધ ષડયંત્ર રચાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment