Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનાં વોર્ડ નં-6માં રસકાસીભર્યો જંગ:ભાજપમાંથી સસ્પેન્ડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ હવે કોંગ્રેસ તરફથી મેદાને, કહ્યું- લોકસેવાની કદર કરવાને બદલે મારા વિરૂદ્ધ ષડયંત્ર રચાયું

    10 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં આ વખતે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપ્યા બાદ હવે કોંગ્રેસના પંજા સાથે મેદાનમાં ઉતરેલા દેવુબેન જાદવે કાલે આંબાવાડી વિસ્તારમાં આયોજિત કોળી સમાજની વિશાળ જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં મારા દ્વારા થતું લોકસેવાની કદર કરવાને બદલે ષડયંત્ર રાચાયું હતું. મંચ પરથી પ્રજાને સંબોધતા દેવુબેન જાદવે ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, મેં સતત 10 વર્ષ સુધી વોર્ડ નંબર 6 માં રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી છે. ગટર ઉભરાવાની સમસ્યા હોય, નળમાં ગંદુ પાણી આવતું હોય કે લાઈટની સમસ્યા—લોકો અડધી રાત્રે પણ મને યાદ કરતા અને અમે સ્થળ પર જઈને કામગીરી કરાવી છે. પ્રજા વચ્ચેની મારી આ લોકપ્રિયતા ભાજપના શાસકોથી સહન ન થઈ અને અમને નીચા પાડવા માટે એક ઊંડું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું કે, નાના સમાજમાંથી આવતા લોકો જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેમને રોકવા માટે ખોટા આક્ષેપો અને પાયાવિહોણી વાતો ફેલાવીને બદનામ કરવામાં આવે છે. પરંતુ મને રાજકોટની જનતા પર અને મારા વોર્ડના રહીશો પર પૂરો ભરોસો છે કે તેઓ સત્યને ઓળખશે અને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે. આ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવુબેન જાદવે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવા છતાં તેમનું લક્ષ્ય તો હંમેશા લોકોની સેવા જ રહ્યું છે. નગરસેવકનું કામ જ એ છે કે પ્રજાની બધી પાયાની જરૂરિયાતો પૂરી કરવી. ભાજપે જે રીતે અમને અન્યાય કર્યો છે, તેનો બદલો હવે જનતા મતના રૂપમાં આપશે. અમે માત્ર વાતો નથી કરી, કામ કરીને બતાવ્યું છે અને એટલે જ આજે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો અને કાર્યકરો અમને આશીર્વાદ આપવા ઉમટી પડ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા જણાવ્યું કે શહેરની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીરે પણ મહિલા શક્તિ અને જનસેવાની વાત કરી દેવુબેનને ટેકો જાહેર કર્યો હતો. આ તકે વોર્ડ નંબર 3, 6 અને 7 ના કોંગ્રેસના કોળી સમાજના અન્ય ઉમેદવારોએ મંચ પરથી એકજુટતા પ્રદર્શિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ જાહેર સભા દેવુબેન જાદવના મતવિસ્તાર એવા આંબાવાડીમાં જ યોજાઈ હતી, જ્યાં તેમનું વ્યક્તિગત પ્રભુત્વ ઘણું વધારે છે. સભામાં ઉમટેલી મેદની અને લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 6 માં ભાજપ માટે આ વખતે રસ્તો આસાન નથી. કોંગ્રેસે અહીં કોળી સમાજના કાર્ડની સાથે સાથે દેવુબેનના 10 વર્ષના કામના અનુભવને પણ પ્રાધાન્ય આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ જનસમર્થન મતમાં કેટલું પરિવર્તિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો:AIMIMના ઉમેદવારે કહ્યું- બજરંગ દળના ગુંડાઓએ 4 યુવકોને માર્યા, જ્વલિત મહેતા બોલ્યા- 400ને મારીને નાગીન ડાન્સ કરાવ્યો
    Next Article
    કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું:ભાજપ 'સામ-દામ-દંડ-ભેદ'ની નીતિ છોડી લોકશાહીના પર્વની પવિત્રતા જાળવે - શક્તિસિંહ ગોહિલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment