Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું:ભાજપ 'સામ-દામ-દંડ-ભેદ'ની નીતિ છોડી લોકશાહીના પર્વની પવિત્રતા જાળવે - શક્તિસિંહ ગોહિલ

    9 hours ago

    મનપા ની આગામી રવિવારના રોજ યોજાનાર ચૂંટણી ને લઈ રાજકીય પક્ષો એ ચૂંટણી નો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ બે સ્થળો એ જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગત રાત્રીના વિઠ્ઠલવાડી ખાતે વડવા બ વોર્ડની વિજય વિશ્વાસ જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, લોકશાહીમાં ચૂંટણી એ એક પવિત્ર પર્વ છે, પરંતુ ભાજપ આ પવિત્ર પર્વમાં 'હવનમાં હાડકાં' નાખવાનું કામ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ તંત્રનો દુરુપયોગ કરીને અને લાલચ આપીને લોકશાહીનું ગળું ઘોંટી રહ્યો છે. લોકશાહીમાં ચૂંટણી એ એક પવિત્ર પર્વ છે અને લોકો જે ઈચ્છે, એ લોકોનો પ્રતિનિધિ લોકો ચૂંટે અને એણે સેવા કરવાની હોય. પરંતુ કમનસીબે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીના પવિત્ર પર્વને પણ, જેમ ધર્મમાં પવિત્ર એવો હવન ગણાય અને એમાં હાડકાં નાખવાનું કામ થાય, એ રીતે ચૂંટણીમાં પણ આવું જ કામ પવિત્ર લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે, ​સારા કામ કર્યા હોય તમે, જનસેવા કરી હોય, તો એક મુક્ત રીતે ચૂંટણી યોજાઈ જાય, એમાં તકલીફ શું હોવી જોઈએ? સંપૂર્ણપણે સામ-દામ-દંડ-ભેદ નહીં, એનાથી ખરાબ પ્રકારના હથકંડા, કે જેને લોકશાહીમાં સ્થાન ન હોય એ પ્રકારે ધાક-ધમકી, તંત્રનો બેફામ દુરુપયોગ, ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ફોર્મ ભર્યું છે એના સગા-વહાલા કોઈ સરકારી અધિકારી છે તો એને ધમકાવવાના, દબાવવાના, ​એક હાથમાં ડરનો દંડો અને બીજા હાથમાં લાલચ આપી "આવો, લાખો લઈ લો અને ફોર્મ પાછા ખેંચો, ઉમેદવાર ન બનો." આ પ્રકારની પ્રવૃત્તિ એ લોકશાહીમાં ન ચાલે. અને હું અભિનંદન આપીશ કે આ બધી જ મુશ્કેલીઓની વચ્ચે પણ મક્કમતાથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી લડે છે, ​ગુજરાતની સુજ્ઞ જનતાને પણ હું કહીશ કે એમના ત્રાજવામાં વસ્તુઓ મૂકે, કોંગ્રેસના સમયમાં બનેલા આપણા સૌરાષ્ટ્રના જો તમે તો રજાવળ, ખારો, રંગોળા, આજી, ન્યારી અનેક ડેમો છે, જેની કાંકરી તૂટી નથી હજી સુધી. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવો બ્રીજ બન્યો હોય, હજી જેનું ઉદ્ઘાટન ના થયું હોય, ત્યાં બ્રીજ તૂટે! અને પછી પાછું એ બ્રીજ તોડવાના પૈસા નવો બન્યો હોય એના કરતા વધારે અપાય! શા માટે આ થાય છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે. ​ગુજરાતની જનતાએ પણ એક મજબૂત વિરોધ પક્ષ પણ નહીં આપ્યો અને સંપૂર્ણ બહુમતી આપી. અંગ્રેજીમાં કહેવાય છે, "Absolute majority makes absolute corrupt." સંપૂર્ણ બહુમતી સંપૂર્ણ ભ્રષ્ટ બનાવતી હોય છે અને એ રીતે ભાજપને મળેલી સંપૂર્ણ બહુમતીએ સંપૂર્ણ ભ્રષ્ટ ભાજપને બનાવ્યો છે, ​કોંગ્રેસની સત્તાઓ નગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં આવશે, તો ભ્રષ્ટાચારને સ્થાન નહીં. જેમ અત્યારે કમલમમાં ટકા આપો પછી જ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળે, એવું નહીં. કોઈ ટકાવારી માંગવાની નહીં. પ્રજાનું કામ ઉત્તમ રીતે થાય, ટેક્સના જે ભારણો છે એ ઓછા થાય, સારા નળ-ગટર અને રસ્તા બને. ​કોઈનું ઘર જાહેર હિત માટે તોડવાની જરૂર ઉભી થાય તો એક ઉત્તમ પ્લાન બનાવવાનો કે જેનું ઝૂંપડું પણ તૂટતું હોય તો ઝૂંપડાવાળાને સારું ઘર મળે અને સ્વેચ્છાએ, રાજી-રાજી પોતે બીજી જગ્યાએ શિફ્ટ થાય, એવું આખું આયોજન સાથેનું પ્લાનિંગ કરવું. આ શહેરો માટે, ગામડાઓમાં જે ગ્રામ્ય મુશ્કેલીઓ છે એના માટેની વ્યવસ્થા કરીને પોઝિટિવ એજન્ડા સાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. જનતાના આશીર્વાદ મળશે અને સારા પરિણામો આવશે એવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનાં વોર્ડ નં-6માં રસકાસીભર્યો જંગ:ભાજપમાંથી સસ્પેન્ડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ હવે કોંગ્રેસ તરફથી મેદાને, કહ્યું- લોકસેવાની કદર કરવાને બદલે મારા વિરૂદ્ધ ષડયંત્ર રચાયું
    Next Article
    JEE Main 2026 Results Out: Check Key Highlights And Toppers List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment