Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ AIIMSના ઇન્ટર્ન તબીબના આપઘાતમાં 5ની ધરપકડ:ઈન્સ્ટાગ્રામમાં સુસાઈડ નોટ મૂકી લખ્યું-સાથી વિદ્યાર્થીઓ જ શારીરિક-માનસિક ત્રાસ આપતા, સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ

    9 hours ago

    ગુજરાત રાજ્યની એકમાત્ર રાજકોટ સ્થિત નામાંકિત AIIMS હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. MBBSમાં અભ્યાસ કરતા રતન મેઘવાલે સહપાઠી 5 મેડિકલ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ જીવન ટૂંકાવી લીધાનું સુસાઈડ નોટમાં સામે આવ્યું છે. મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોતે માનસિક અસ્વસ્થ હોય મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. સુસાઇડ નોટમાં તેમની સાથે જ અભ્યાસ કરતી સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકની સાથે ભણતા 5 વિદ્યાર્થીની ધરપકડ રાજકોટ SC, ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને MBBSના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યા મૂજબ, તેમની સાથે અભ્યાસ કરતા MBBSના જ 5 વિદ્યાર્થી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે જ તેને આપઘાતનું અંતિમ પગલું ભર્યુ હતુ. પોલીસે મૃતક યુવાન સાથે અભ્યાસ કરતા મેડિકલના 5 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ સિવાય એક મહિલા મિત્રનો ઉલ્લેખ છે, જે મૃતક યુવાન અને આરોપીઓ બંનેના મિત્ર છે. જે પણ MBBSમાં જ અભ્યાસ કરે છે. તેઓની વચ્ચે વ્હોટ્સએપ મેસેજમાં વાતચીત થતી હતી. ત્રીજી વખત આપઘાતના પ્રયાસમાં મોત આ યુવાને અગાઉ એક નહીં પરંતુ બે-બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ત્રીજી વખત તેને આપઘાતનો પ્રયાસ કરતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. અગાઉ 28 જાન્યુઆરી, 2026ના પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તે વખતે તેને બચાવી લેવાયો હતો. જે બાદ તેનું કાઉન્સિલિંગ થયુ હતુ અને મનોચિકિત્સકની દવા ચાલુ હતી. જોકે બાદમાં તે AIIMS હોસ્પિટલમાં ન હતો. યુવાન તેના ઘરે રાજસ્થાનના જેસલમેર હતો, જ્યાં પણ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી જે બાદ ગત 13 માર્ચ, 2026ના યુવાન રાજસ્થાનથી રાજકોટ આવી પહોંચ્યો હતો અને 14 માર્ચના વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ છે. યુવાને આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી, જેમાં તેમની સાથે અભ્યાસ કરતા મિત્રો જ તેમને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તેઓ કઈ રીતે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, તેનો કોઈ ઉલ્લેખ નથી. આજે 15મી માર્ચે પાંચેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. આરોપીઓના નામ AIIMS રાજકોટના 2021 બેચના વિદ્યાર્થી મૃતક રતનકુમાર મેઘવાલ દ્વારા લખાયેલ એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે તેની આત્મહત્યા માટે જવાબદાર કારણો અને વ્યક્તિઓ વિશે વિગતવાર માહિતી આપી છે. પત્રનો સારાંશ મારપીટ અને પ્રતાડના: રતને ઉલ્લેખ કર્યો છે કે 27/1/26ના રોજ આ 5 છોકરાએ તેમની સાથે રૂમ 203 (બોયઝ હોસ્ટેલ)માં મારપીટ કરી હતી. તેમણે રતનના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યા હતા, જેથી તેમને માનસિક રીતે તોડી શકાય. યુવતી વિશે સ્પષ્ટતા: રતને ભારપૂર્વક જણાવ્યું છે કે આમાં યુવતીની કોઈ ભૂલ નથી અને તેને અથવા તેના માતા-પિતાને આ માટે જવાબદાર માનવા નહીં. તેમના મતે, યુવતી પોતે જ આ છોકરાઓના 'માઇન્ડ ગેમ' અને 'લવ બોમ્બિંગ'નો શિકાર બની હતી. રતન અને યુવતીનો સંબંધ: તેમની વચ્ચે કોઈ પ્રેમ સંબંધ (Love) નહોતો પરંતુ ઊંડું ભાવનાત્મક જોડાણ (Emotional Attachment) હતું. રતને સ્વીકાર્યું કે બંને વચ્ચે ગેરસમજ થઈ હતી અને વાતચીત બંધ થવાને કારણે સ્થિતિ બગડી હતી. પ્રણવ પાલીવાલની ભૂમિકા: રતને આક્ષેપ કર્યો છે કે પ્રણવે રતન અને યુવતી વચ્ચેના તણાવનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે યુવતીને ઈમોશનલી મેનીપ્યુલેટ કરીને પોતાની જાળમાં ફસાવી હતી, જે માત્ર એક 'ટાઈમપાસ' હતો. » અંતિમ ઈચ્છાઓ અને વિનંતીઓ કાનૂની કાર્યવાહી: રતને માંગ કરી છે કે તે 5 છોકરા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમના ફોનની FSL તપાસ કરવામાં આવે, જેથી ડિલીટ કરેલા વીડિયો અને પુરાવા મળી શકે. યુવતી માટે રક્ષણ: રતને કોલેજને વિનંતી કરી છે કે યુવતી સામે કોઈ કાનૂની કે એકેડેમિક પગલાં ન લેવામાં આવે. તેને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવે અને તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવે. અન્ય પીડિતો: પત્રમાં જણાવાયું છે કે આ જ છોકરાઓએ અગાઉ રાજ તિવારી નામના વિદ્યાર્થી સાથે પણ મારપીટ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નહોતા.
    Click here to Read More
    Previous Article
    BCCI એવોર્ડ સેરેમની- આહિરા જાધવને જગમોહન દાલમિયા ટ્રોફી:ગિલ-સ્મૃતિને ક્રિકેટર ઓફ ધ યર, દ્રવિડ-મિથાલીને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે
    Next Article
    પીપરડી પાંજરાપોળમાં અબોલ જીવોને લીલા ઘાસ અપાયું:સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા એક આઇસર ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment