Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપરડી પાંજરાપોળમાં અબોલ જીવોને લીલા ઘાસ અપાયું:સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા એક આઇસર ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો

    8 hours ago

    સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા પીપરડી મહાજન પાંજરાપોળમાં અબોલ જીવો માટે લીલા ઘાસ આપવામાં આવ્યું હતું. એક આઇસર ભરીને લીલું ઘાસ પાંજરાપોળના પશુઓને ખવડાવવામાં આવ્યું. આ સેવાકાર્ય માટે કુલ રૂ. 15,000નો ખર્ચ થયો હતો, જે વિવિધ સહયોગી દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.દાતાઓમાં સ્વ. હેમકુંવરબેન નેમચંદ દેવશી ગુઢકા તથા સ્વ. દર્શનાબેનના આત્મશ્રેયાર્થે ઋષભ વિજયભાઈ શાહ પરિવાર (મૂળ મિઠોઈ, હાલ લંડન) તરફથી રૂ. 3,501નો સહયોગ મળ્યો હતો. માતૃશ્રી લીલાવતીબેન શિવાલાલભાઈ શાહ (તુરખાવાળા, બોટાદ) દ્વારા રૂ. 2,500નું દાન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત, સ્વ. જયેશભાઈ હિંમતલાલ શાહ HM પરિવાર (બોટાદ) તરફથી રૂ. 1,500, સ્વ. લતાબેન રાજેશભાઈ શાહ (બોટાદ) તરફથી રૂ. 1,000, એક ગુરુભક્ત પરિવાર (બોટાદ) તરફથી રૂ. 1,000, એક ભાઈ (બોટાદ) તરફથી રૂ. 500 અને જીતેન્દ્રભાઈ વસાણી (બોટાદ) તરફથી રૂ. 500નો ફાળો મળ્યો હતો.સહકાર નગર જીવદયા ગ્રુપે તમામ લાભાર્થી પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ AIIMSના ઇન્ટર્ન તબીબના આપઘાતમાં 5ની ધરપકડ:ઈન્સ્ટાગ્રામમાં સુસાઈડ નોટ મૂકી લખ્યું-સાથી વિદ્યાર્થીઓ જ શારીરિક-માનસિક ત્રાસ આપતા, સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ
    Next Article
    Ram Gopal Varma Reveals Why Urmila Matondkar Was Perfect For Bhoot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment