Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AIARની અપ્રુવલ ન ધરાવતા ગેરેજ પર તાળાં:ખાનગી બસની બનાવટના નિયમો બદલાતાં 1300 બસોનું રજિસ્ટ્રેશન અટક્યું

    14 hours ago

    કેટલાક મહિનાઓમાં બસમાં આગ લાગવાની ઘટના બનતાં સરકારે બસની બનાવટ માટેના કડક નિયમો લાગુ કર્યા છે. બસની બોડીની ગુણવત્તા જાળવવા માટેની સત્તા એઆઈએઆર નામની સંસ્થાને અપાઈ છે. જે બોડી બિલ્ડર્સ એઆઈએઆર અપ્રુવ્ડ હશે, માત્ર ત્યાં જ બસની બોડી બનાવી શકાશે. જોકે અમદાવાદમાં એક પણ બોડી બિલ્ડિંગની એજન્સી નથી અને રાજ્યમાં માત્ર 25 છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કુલ 1300 બસોના બોડી સામાન્ય ગેરેજમાં બન્યા હોવાને કારણે તેઓના રજિસ્ટ્રેશન થઈ શકતા નથી. જેના કારણે કેટલાક બસ માલિકો બીજા રાજ્યમાં બસનું રજિસ્ટ્રેશન કરાવી ગુજરાતમા ચલાવે છે. ગુજરાત સહિત બીજા રાજ્યોમાં બસમાં આગ લાગવાની ઘટનાને રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમો અમલી બનાવાયા છે. જ્યારે બસ ઍસોસિશને સરકારના નિયમોને આવકાર્યા છે અને તેઓ પણ ઇચ્છે છે કે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કરવામા આવી રહેલા પ્રયત્નો ખૂબ જ જરૂરી છે. અપ્રુવલના ગેરેજના પર હાલ રાજ્યભરમાં તાળા જોવા મળી રહ્યા છે. 1300 બસોના રજિસ્ટ્રેશન અટકી રહેવાના કારણે ટ્રાવેલ્સ ઍસોસિયેશનના પ્રતિનિધિઓએ સરકાર પાસેથી સમયમર્યાદામાં છૂટછાટ માગણી કરાઇ છે. નવા નિયમોની મુખ્ય બાબતો નીચે મુજબ છે • ઇર્મજન્સી દરવાજા પાસે હાઈ રિસ્ક સિસ્ટમ, ગેસલાઇન, ફ્યૂલ લાઇન અને ભયજનક કોઈ પણ પદાર્થ મૂકવામાં ન આવે. • ડબલ ડેકર અને સ્લીપર બસમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ અને અલાર્મ ફરજિયાત લગાવવા. • બસના ગ્રાઉન્ડ ફ્લોર પર પેસેન્જરો ઊભા રહી શકે તે માટે 35 ટકા જગ્યા અનામત રાખવી. • જો એન્જિન બસના પાછળના ભાગે હોય તો એક્સેસ પેનલ ખુલ્લો હોય ત્યારે બસ ચાલુ ન થઈ શકે. • બસોમાં ઇર્મજન્સી લાઇટિંગ સિસ્ટમ લગાવવી જોઈએ. કારણ કે આગની સ્થિતિમાં પણ 30 મિનિટ સુધી લાઈટ ચાલુ રહે અને લોકોને બહાર નીકળવામા મદદરૂપ થાય. • ઇર્મજન્સી દરવાજો કે એક્ઝીટ દરવાજો ખોલતા જ ઇર્મજન્સી લાઇટ આપમેળે ચાલુ થઈ જાય જેથી ધુમ્મસ અને અંધારામાં પણ દેખાય • ઇર્મજન્સીની સ્થિતિમાં બસમાં પેસેન્જર એરિયા અને પગથિયા ઊતરતા લક્સ લાઈટ ફ્લોરિંગ અને પગથિયામાં લગાવાય જેથી ભાગતા સમયે લોકો પડી ન જાય • 30 યાત્રીઓથી વધુ ક્ષમતાની બસોમાં બસના ધાબા કે બસના ફલોરિંગ પરથી લોકોનો આક્સમિક સમયે બચાવી શકાય તે માટે બે ઇર્મજન્સી એક્ઝીટ હોવું જોઈએ • ઇર્મજન્સી દરવાજો આકસ્મિક સમયે અંદર અને બહાર બંને બાજુ ખોલી શકાય અને ખોલતાં બહાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું .
    Click here to Read More
    Previous Article
    સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી:કણભામાં દારૂની 25793 બોટલ, વાહનો મળી રૂ.1.35 કરોડની મતા સાથે ત્રણની ધરપકડ કરાઈ
    Next Article
    ધરપકડ:ITની નોટિસ અવગણતો મોડાસાનો બિલ્ડર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment