Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સરકારનો વહીવટી ફેરફાર, IT વિભાગમાં બદલી:નમ્રતા નથવાણીને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં મૂકાયા, અધિકારીઓને નવી જગ્યાએ હાજર થવા સૂચના

    8 hours ago

    રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા IT કેડરના અધિકારીઓની બદલી સંબંધિત મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સચિવાલય ગાંધીનગરથી જાહેર થયેલા આદેશ મુજબ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ICT અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. નમ્રતા નથવાણીને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં બદલી જાહેર કરાયેલા આદેશ મુજબ ગુજરાત ICAP લિમિટેડમાં ફરજ બજાવતા નમ્રતા નથવાણીને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં બદલી આપવામાં આવી છે. જ્યારે ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં સેવા આપતા પરવેજઆલમ શેખને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન, ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. ધારા પટેલની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનમાં બદલી સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ફરજ બજાવતા ધારા પટેલની બદલી કરીને તેમને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનમાં મુકવામાં આવ્યા છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં સેવા આપતા તુષાર ચાવડાને પણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનમાં નવી જવાબદારી આપવામાં આવી છે. આદેશ મુજબ ગુજરાત જાહેર સેવા આયોગમાં ફરજ બજાવતા શરદ કુંભારાણાની બદલી કરીને તેમને નિયામક ICT અને ઈ-ગવર્નન્સ કચેરી, ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓને નવી જગ્યાએ હાજર થવા સૂચના રાજ્ય સરકારના આ વહીવટી ફેરફારોને આઈટી અને ઈ-ગવર્નન્સ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. વિભાગ દ્વારા જણાવાયું છે કે બદલાયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણની 35થી વધુ બહેનોએ સોમનાથ યાત્રા કરી:મહાદેવ વિરાસતના 75 વર્ષ નિમિત્તે આયોજન, ચૂંટાયેલા સભ્ય પણ જોડાયા
    Next Article
    PM Modi in SardarDham LIVE | PM મોદી સરદારધામથી લાઈવ | PM Modi Gujarat Visit | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment