Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી:કણભામાં દારૂની 25793 બોટલ, વાહનો મળી રૂ.1.35 કરોડની મતા સાથે ત્રણની ધરપકડ કરાઈ

    2 days ago

    કણભામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની 25793 બોટલ તથા 6 વાહન મળી રૂ.1.35 કરોડના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. ચવલજ ગામમાં મંદિર પાછળની ખુલ્લી જગામાં બુટલેગરોએ 1 મહિનામાં ત્રીજી વાર આટલો જંગી દારૂ રાજસ્થાનથી મગાવી સપ્લાય કર્યો હતો. દારૂના આ કારોબારમાં કણભા પોલીસની સીધી સંડોવણી હોવાની માહિતીના આધારે કસૂરવાર પોલીસ અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે. કણભાના ચવલજના મંદિર પાછળની ખુલ્લી જગ્યામાંથી દારૂની 25792 બોટલ(કિં.રૂ.92.9 લાખ) સાથે ભીયા દેવા ચૌધરી જાટ, આનંદ દીપક શાહ અને દિનેશ કાળુ ઝાલાને ઝડપી, ટ્રક, 2 કાર, રિક્ષા સહિત 6 વાહન મળી રૂ.1.35 કરોડનો મુદ્દામાલ પકડ્યો હતો. જ્યારે પોલીસને જોઈ કવરારામ ચૌધરી અને કાનારામ ચૌધરી 2 બુટલેગર ભાગી ગયા હતા. ભીયારામની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ 2 મહિનાથી આ જગાએ રહેતા હતા. જ્યારે ભાઈ કવરારામ અને કાનારામ ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હતા. 1 મહિનામાં ત્રીજી વાર દારૂ ભરેલી ટ્રક રાજસ્થાનથી મગાવી હતી. કાનારામ અને કવરારામના કહેવાથી ભયારામે 4 દિવસ પહેલાં જ પીએમ આંગડિયામાં બાડમેરના હરીશને રૂ.16 લાખ મોકલ્યા બાદ સોમવારે સાંજે રાજસ્થાનથી દારૂની ટ્રક આવી પહોંચતા, પાંચેય જણ ટ્રકમાંથી દારૂ ખાલી કરતા હતા ત્યારે જ દરોડો પાડ્યો હતો. 14 મહિનામાં રૂ. 81 કરોડના દારૂ સાથે 200 કરોડનો મુદ્દામાલ પકડાયો : 35 પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા સ્ટેટ મોનિટરિંગ સેલે 2025માં ગુજરાતમાં દારૂના 219 કેસ કર્યા હતા. જેમાં રૂ.63.53 કરોડનો દારૂ અને રૂ.92.94 કરોડના વાહનો પકડાયાં હતાં. 2026ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દારૂના 36 કેસ કરી રૂ.18 કરોડનો દારૂ અને રૂ.25.79 કરોડનાં વાહનો કબજે કર્યા હતા. આમ છેલ્લા 14 મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રાજ્યમાં દારૂના 255 કેસ કરી રૂ.81 કરોડનો દારૂ અને રૂ.119 કરોડના વાહનો મળી રૂ.200 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી 14 મહિનામાં રાજ્યમાંથી 35 પોલીસ અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:વડોદરાના વૃદ્ધને 14 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 2.27 કરોડ પડાવવાના કેસમાં 4 સાઇબર ગઠિયા ઝબ્બે
    Next Article
    AIARની અપ્રુવલ ન ધરાવતા ગેરેજ પર તાળાં:ખાનગી બસની બનાવટના નિયમો બદલાતાં 1300 બસોનું રજિસ્ટ્રેશન અટક્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment