Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:વડોદરાના વૃદ્ધને 14 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 2.27 કરોડ પડાવવાના કેસમાં 4 સાઇબર ગઠિયા ઝબ્બે

    4 days ago

    વડોદરામાં રહેતા 75 વર્ષના વૃદ્ધને ટ્રાઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ઓળખાણ આપી 14 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ. 2.27 કરોડ પડાવી લેનારા 4 આરોપી પકડાયા છે. સાઈબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમે બિહારથી 2, કોલકાતાથી 1 અને હરિયાણાથી 1 આરોપીની ધરપકડ કરી હતી. આ પૈસામાંથી રૂ. 91 લાખ બિહારના અને રૂ. 1.38 કરોડ હરિયાણાના કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. જેના આધારે પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. સાઈબર સેન્ટર ઓફ એક્સિલન્સના એસપી વિવેક ભેડાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં વૃદ્ધના એકાઉન્ટમાંથી પૈસા 2 કરંટ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. તે બંને એકાઉન્ટમાંથી 1 હરિયાણામાંથી ઓપરેટ થતું હતું જ્યારે બીજું બિહારમાંથી ઓપરેટ થતું હતું જ્યારે એકાઉન્ટ હેન્ડલર કોલકાતામાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસની 3 ટીમ બનાવીને ત્રણેય જગ્યાએ મોકલવામાં આવી હતી. જેમાં પોલીસે ભૂપેન્દ્રનાથ સરકાર (42)(પશ્ચિમ બંગાળ), શુભમ કુમાર (32)(હરિયાણા), સંજયકુમાર સીંઘ (34)(બિહાર) અને સોનુ રામ (28) (બિહાર)ને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીમાંથી શુભમે હરિયાણામાં જ્યારે સંજયકુમાર અને સોનુએ બિહારમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તે બંનેના એકાઉન્ટમાં સાઈબર ફ્રોડના પૈસા ભૂપેન્દ્રનાથે ટ્રાન્સફર કર્યા હતા અને ભૂપેન્દ્રનાથની સૂચના પ્રમાણે જ ત્રણેય જણાંએ પૈસા ઉપાડીને તે પૈસા હવાલા - આંગડિયા મારફતે આગળ મોકલ્યા હતા. જો કે તે પૈસા તેમાંથી પણ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરીને વિદેશ મોકલી દેવાયા હતા. 3 આરોપીએ 3 ટકા કમિશનથી બૅન્ક એકાઉન્ટ ભાડે આપ્યાં હતાં : ચેક, એટીએમ અને ઓનલાઈન પૈસા ઉપાડતા હતા ભૂપેન્દ્રનાથે ત્રણેય આરોપીઓને એકાઉન્ટમાં આવેલા પૈસા ઉપાડીને પાછા આપવા માટે 3 ટકા કમિશન આપવાનું કહ્યું હતુ. જેથી એકાઉન્ટમાં પૈસા જમા થયા બાદ તે ત્રણેય જણાં ચેકથી - એટીએમ થી પૈસા ઉપાડી લાવતા હતા. જ્યારે કેટલાક પૈસા ઓન લાઈન ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે પોલીસનું કહેવુ છે કે આ પૈસા ભૂપેન્દ્રનાથે આંગડિયા અને હવાલાથી જેને મોકલ્યા હતા. તે આરોપીઓ વિશેની માહિતી મળી છે. જેના આધારે તેને પકડવા તજવીજ શરૂ કરી છે. તે આરોપી પકડાયા બાદ તેણે આ પૈસા ક્રિપ્ટોમાં ક્યાં કોને મોકલ્યા તે જાણી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ગેસ સપ્લાય તાત્કાલિક સુધારવાની માંગ:40% ગેસ પુરવઠો ઓછો મળતાં જીવનજરૂરી દવાના ઉત્પાદન પર ઘટાડાનો ભય
    Next Article
    સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી:કણભામાં દારૂની 25793 બોટલ, વાહનો મળી રૂ.1.35 કરોડની મતા સાથે ત્રણની ધરપકડ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment