Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં AIની મદદથી લોનનું કૌભાંડ:ગઠિયાઓ GST પોર્ટલ-ટેલિગ્રામથી લોકોનો ડેટા મેળવતા, બાયોમેટ્રિક વગર જ આધારકાર્ડનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલતા; સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ

    10 hours ago

    અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે AI ટેક્નોલોજીના દુરુપયોગ દ્વારા આચરવામાં આવતા એક અત્યંત હાઈટેક અને ચકચારી લોન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ડીપફેક વીડિયોની મદદથી નાગરિકોના આધાર કાર્ડમાં રહેલા બાયોમેટ્રિક્સની ચકાસણી વગર જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખતી હતી અને ત્યારબાદ જે-તે વ્યક્તિના નામે બેંકમાં ખાતા ખોલાવી નાની રકમની લોન મેળવી છેતરપિંડી આચરતી હતી. આ આંતરરાજ્ય કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો સહિત વધુ ત્રણ આરોપીઓની આસામ અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે, જેઓ ટેલિગ્રામ અને જીએસટી પોર્ટલ જેવા માધ્યમોથી લોકોનો ડેટા ચોરી કરીને આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. ગઠિયાઓએ અમદાવાદના વેપારીને કર્યો હતો ટાર્ગેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી લવિના સિંહાએ જણાવ્યું હતું કે, અમદાવાદના એક વેપારીના આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર બદલી દેવામાં આવ્યો હતો. જેના આધારે તપાસ કરવામાં આવતા આધાર કાર્ડના સાથેનો નંબર બદલાયો ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ્સના આધારે ત્રણ અલગ-અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના આધારે અગાઉ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને હવે વધુ ત્રણ આરોપીની ઉત્તર પ્રદેશ અને આસામથી ધરપકડ કરવામાં આવી છે. AI ટેકનોલોજીની મદદથી નાની-નાની લોન લેતા આસામના રહેવાસી કાજીમુદ્દીન સિરાજ અલી અને રબ્બુલ હુશેન નિઝામુદ્દીન મુખ્ય સૂત્રધાર છે. આખો પરિવાર લોકોના આધારકાર્ડના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી અને ડોક્યુમેન્ટના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેમાં રૂ.25થી 50 હજારની લોન મેળવી લેતા હતા અને વર્ષે 10થી 15 લાખ રૂપિયાની લોન મેળવી લેતા હતા. વધારે પડતી ઇન્કવાયરી ન થાય તેના માટે ઓછી રકમની લોન લેતા હતા. આ લોન લેવા માટે તેઓ AI ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હતા. GST અને પાનકાર્ડની વિગતો પરથી સિબિલ સ્કોર ચકાસતા આસામના બોવલગુરી ગામથી સંચાલિત આ હાઈટેક કૌભાંડમાં કાજીમુદ્દીન, સિરાજ અને તેમના સાગરીતો માસ્ટર ઈન્ડિયા જેવી વેબસાઈટનો ઉપયોગ કરી લોકોના નામ પરથી GST અને PAN કાર્ડની વિગતો મેળવતા હતા. આ વિગતોના આધારે તેઓ વ્યક્તિનો સિબિલ સ્કોર ચકાસતા અને ટેલિગ્રામ ચેટબોટની મદદથી તેમના આધાર કાર્ડ નંબર મેળવી લેતા હતા. કૌભાંડનો સૌથી ચોંકાવનારો ભાગ AI ટેકનોલોજી અને ડીપફેક વીડિયોનો ઉપયોગ હતો, જેના દ્વારા આરોપીઓ કોઈપણ પ્રકારની બાયોમેટ્રિક ચકાસણી વગર જ આધાર કાર્ડ સાથે લિંક થયેલો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખતા હતા. મોબાઈલ નંબર બદલાયા બાદ તેઓ સંબંધિત વ્યક્તિના તમામ દસ્તાવેજો પર કબજો મેળવી લેતા હતા. આરોપીઓને પ્રતિ મોબાઈલ નંબર દીઠ 1500-2000નું કમિશન મળતું આ ચોરી કરેલા દસ્તાવેજો અને બદલાયેલા મોબાઈલ નંબરના આધારે ઠગ ટોળકી જુદી-જુદી બેંકોમાં ફેક એકાઉન્ટ ખોલાવતી અને ત્યારબાદ તે જ નામે નાની લોન મેળવી રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતી હતી. આ સમગ્ર નેટવર્કમાં સામેલ આરોપીઓને પ્રતિ મોબાઈલ નંબર દીઠ ₹1500 થી ₹2000 સુધીનું કમિશન મળતું હતું, જેમાં જન સેવા કેન્દ્રમાં કાર્યરત કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આસામ અને યુપીથી આરોપીઓની ધરપકડ કરી સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં જુદી-જુદી વિગતો પૂરી પાડનાર કૃષ્ણા રામપ્રતાપ પ્રજાપતિને ઉત્તર પ્રદેશના કુશીનગરથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન વધુ બે સાગરીતો કાજીમુદ્દીન અને રબ્બુલ હુસેનની સંડોવણી બહાર આવતા તેમને આસામમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Editor's View: રાષ્ટ્રપતિ પાગલ છે?:તીખા સવાલોથી અમેરિકન સેનેટમાં સન્નાટો, હેગસેથ પરસેવે રેબઝેબ, યુદ્ધમાં ઘેરાયેલી ટ્રમ્પ સરકાર અંતે સંસદના કઠેડામાં
    Next Article
    કચ્છના નાના રણમાં રણલોંકડીની સંખ્યા બમણી થઈ:એક વર્ષમાં સંખ્યા 40-50થી વધીને 200ને પાર, પુમ્બ બેટ પર 9 જીવંત દર મળી આવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment