Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના નાના રણમાં રણલોંકડીની સંખ્યા બમણી થઈ:એક વર્ષમાં સંખ્યા 40-50થી વધીને 200ને પાર, પુમ્બ બેટ પર 9 જીવંત દર મળી આવ્યા હતા

    9 hours ago

    કચ્છના નાના રણમાં લુપ્તપ્રાય રણલોંકડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વનવિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં તેમની સંખ્યા બમણી થઈને 200થી વધુ પહોંચી ગઈ છે. અગાઉ આ સંખ્યા 40-50 આસપાસ હતી. રણમાં કુલ 74 પ્રકારના વિવિધ બેટ આવેલા છે. તેમાંથી પુમ્બ બેટ પર રણલોંકડીના 9 જીવંત દર મળી આવ્યા હતા. આ સર્વે બાદ વનવિભાગે રણલોંકડીની સંખ્યામાં થયેલા વધારાનો અંદાજ લગાવ્યો છે. કચ્છનું નાનું રણ વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર જેવા અનેક પ્રાણીઓનું નિવાસસ્થાન છે. રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. રણલોંકડી ભૂખરા રંગના વાળ અને ગુચ્છાદાર પૂંછડી ધરાવતું પ્રાણી છે. તે શિયાળ કરતાં કદમાં નાનું અને દોડવામાં ચપળ હોય છે. તેની લંબાઈ અને ઊંચાઈ આશરે 80 સેમી, વજન 4 કિલો અને આયુષ્ય લગભગ 6 વર્ષનું હોય છે. આ પ્રાણીઓ સામાન્ય રીતે સૂકા, પાંખા ઝાડીવાળા જંગલો અને વીડમાં જોવા મળે છે. રણલોંકડી જમીનમાં દર બનાવીને રહે છે, જેમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણીઓ મોટેભાગે જોડીમાં જોવા મળે છે. સાંજના સમયે તેઓ તીખા અને તીણા અવાજથી પોતાની હાજરી દર્શાવે છે અને રાત્રે ખોરાકની શોધમાં નીકળી પડે છે. ધ્રાંગધ્રા અભયારણ્ય વિભાગના ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર બી.એમ. પટેલે જણાવ્યું હતું કે, અગાઉ રણમાં આશરે 40થી 50 રણલોંકડી હતી. હાલમાં રણમાં રણલોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા છે, જેના કારણે તેમની સંખ્યામાં મોટો વધારો થયો છે. પુમ્બ બેટ પર એકસાથે નવ જીવંત દર પણ મળી આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, વેરાન રણમાં દુર્લભ કાળીયારના ઝુંડ અને વરૂની હાજરી પણ જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં AIની મદદથી લોનનું કૌભાંડ:ગઠિયાઓ GST પોર્ટલ-ટેલિગ્રામથી લોકોનો ડેટા મેળવતા, બાયોમેટ્રિક વગર જ આધારકાર્ડનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલતા; સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ
    Next Article
    સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોનો યુવક પર હુમલો:પોલીસે યોગ્ય કાર્યવાહી કરી ન હોવાના આક્ષેપ સાથે પરિવારે CPને રજૂઆત કરી, પીડિતના ભાઈએ કહ્યું 'હત્યાના પ્રયાસની કલમ દાખલ કરો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment