Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોનો યુવક પર હુમલો:પોલીસે યોગ્ય કાર્યવાહી કરી ન હોવાના આક્ષેપ સાથે પરિવારે CPને રજૂઆત કરી, પીડિતના ભાઈએ કહ્યું 'હત્યાના પ્રયાસની કલમ દાખલ કરો'

    8 hours ago

    વડોદરાના બાજવા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય અરુણભાઈ ચાવડા ગત ૬ મેની રાત્રે તેમના મિત્ર કુશાન ચૌહાણ સાથે બાઈક પર કોયલી ખાતે IOCL પ્રોજેક્ટ સાઇટ પર જઈ રહ્યા હતા. રાત્રે અંદાજે 10:30 વાગ્યે ન્યુબર્ગ કંપનીના ગેટ પાસે સિક્યુરિટી ગાર્ડ સુરેશ પરમારે તેમને રોક્યા હતા. રસ્તો બંધ હોવાની બાબતે બોલાચાલી થતા ગાર્ડે કુશાનને થપ્પડ મારી દીધી હતી. સિક્યુરિટી ગાર્ડ અને સાગરીતો દ્વારા લોખંડના સળિયાથી હુમલો ઝપાઝપી દરમિયાન સિક્યુરિટી ગાર્ડ મેહુલ પઢીયારે વધુ લોકોને ફોન કરીને બોલાવ્યા હતા. થોડી જ વારમાં ભરત મકવાણા અને રોહિત ચૌહાણ ત્યાં હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. ભરત મકવાણાએ લાકડાના ડંડાથી કુશાનના માથા પર પ્રહાર કર્યો હતો, જ્યારે રોહિતે લોખંડના સળિયા વડે શરીરે નિર્મમ માર માર્યો હતો. વચ્ચે પડેલા અરુણભાઈ સાથે પણ આરોપીઓએ ઝપાઝપી કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કુશાન હાલ છાણીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારનો આક્ષેપ: પોલીસ તપાસમાં ઢીલાશ અને હળવી કલમો આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો નોંધાઈ છે, પરંતુ ઇજાગ્રસ્તના ભાઈ ઉપેન્દ્રસિંહ ચૌહાણે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ કુશાનની હાલત અત્યંત નાજુક હોવા છતાં પોલીસે 'હત્યાના પ્રયાસ'ની કલમનો ઉમેરો કર્યો નથી. હુમલામાં ઘણા લોકો સામેલ હતા, પરંતુ માત્ર ચાર જ આરોપીઓ સામે ફરિયાદ લેવામાં આવી છે. યોગ્ય ન્યાયની માંગ સાથે પરિવારજનોએ વડોદરા પોલીસ કમિશનરને રૂબરૂ રજૂઆત કરી છે. 'જરૂર લાગશે તો વધુ કડક કલમ ઉમેરાશે' જવાહરનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ટી. દેસાઈએ જણાવ્યું છે કે, આરોપીઓને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ક્રાઈમ બ્રાન્ચ સહિત કુલ ત્રણ ટીમો કામે લાગી છે. હાલ પ્રાથમિક ફરિયાદના આધારે તપાસ ચાલુ છે અને મેડિકલ રિપોર્ટ તેમજ તપાસની પ્રગતિ મુજબ જરૂર જણાશે તો વધુ કડક કલમોનો ઉમેરો કરવામાં આવશે. કમિશનરે પણ પરિવારને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના નાના રણમાં રણલોંકડીની સંખ્યા બમણી થઈ:એક વર્ષમાં સંખ્યા 40-50થી વધીને 200ને પાર, પુમ્બ બેટ પર 9 જીવંત દર મળી આવ્યા હતા
    Next Article
    LIVE: Vijay Stakes Claim To Form Government, Swearing-In Ceremony Tomorrow: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment