Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પ્રચારમાં નવો ટ્રેન્ડ, ઉમેદવારો રેલીથી રીલ સુધી પહોંચ્યા:AIથી ભાજપે મતદારોના મિજાજનો વીડિયો બનાવ્યો, તો AAPએ અપૂરતી સુવિધાની બતાવી; રાજકોટમાં ગરમી વધતાં પ્રચારનો સમય ઘટ્યો

    10 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે માત્ર રેલી સભા સુધી સીમિત ન રહી હવે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી દરેક ઉમેદવારો રેલીથી શરૂ કરી રીલ સુધી પહોંચી ગયા છે. તેમાં પણ સામાન્ય રીલની સાથે સાથે મતદારોને રીઝવવા માટે AIનો પણ ઉપયોગ શરૂ કરી દીધો છે. જેમાં શાસક પક્ષે આર્ટિફિશિયલ મતદારોના મિજાજ થકી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જયારે આમ આદમી પાર્ટી દ્વારા અપૂરતી સુવિધા, અને 30 વર્ષના શાસનમાં અપૂરતા વિકાસ સામે બદલાવ જરૂરી છે અને એક મોકો આપી આમ આદમી પાર્ટીને મત આપવા માંગ કરવામાં આવી રહી છે. ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પદયાત્રા અને પત્રિકા વિતરણ થકી ઘર ઘર સંપર્ક કરી રહ્યા છે. આ પદયાત્રા રેલી સભામાં પણ કાર્યકર્તાઓની પંખી હાજરી ચિંતાનો વિષય બની રહેતા આ વખતે હવે ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો દરરોજ પોતાના વિસ્તારની રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને તેમાં પણ સ્ટેપ આગળ AI મદદથી પણ રીલ બનાવી સોશિયલ મીડિયા થકી મતદારોના વિશાળ વર્ગને આકર્ષવા માટે પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. BJPએ એઆઈ રીલ બનાવીને આર્ટિફિશિયલ મતદારોને સવાલો કર્યા ભાજપના ઉમેદવાર દ્વારા AI મારફત રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટની જનતાને ખરેખર BJPએ શું આપ્યું ત્યાંથી રીલની શરૂઆત કરી આગામી ચૂંટણીમાં જીત કોની થશે તેનો સીધો સવાલ પ્રજાને પૂછીશું કહી આર્ટિફિશિયલ મતદારોને સવાલો કરવામાં આવી રહ્યા છે અને તેમાં રોડ, રસ્તા, સફાઈ, ટીપરવાન, ઓનલાઇન વેરા વસુલાત જેવી બાબતોને આવરી લઇ સબ સલામતના દાવા સાથે રીલ તૈયાર કરવામાં આવી છે. જો કે અંતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ સ્થાનિક મુદ્દાના બદલે અયોધ્યા રામ મંદિર અને ઓપરેશન સિંદૂરના ફોટા મૂકી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો AAPએ સવાલ પૂછી રીલની શરૂઆત કરી બીજી તરફ આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ દિનેશ જોશી દ્વારા પણ AI મદદથી ખાસ રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓ રાજકોટના મતદારોને રાજકોટના રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો સવાલ પૂછી રીલની શરૂઆત કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં સુવિધાઓ મેળવવા મનપા કચેરીએ લાગતી લાઈનો, અપૂરતી સુવિધા અને 30 વર્ષનું ભાજપ સરકારનું શાસન છતાં યોગ્ય સુવિધા ન આપ શક્યાના આક્ષેપ સાથે એક મોકો આમ આદમી પાર્ટીને આપવા માટે મતદારોના વિશાળ સમૂહને અપીલ કરવામાં આવી રહી છે. પ્રચાર માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ને હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે નેતાઓ પૂરતો સમય પ્રચારમાં ફાળવી શકતા નથી. ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરતા આ વખતે ભાજપના ઉમેદવારોને વિસ્તારના તમામ લોકો સુધી પહોંચવા માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. ગરમીના કારણે ઓછું મતદાન થશે તો રાજકીય પક્ષોની ચિંતામાં વધારો રિપીટ થયેલા ઉમેદવારો તો માની રહ્યા છે ગત ચૂંટણીમાં 21 દિવસ જેટલો સમય મળતા 3 વખત વિસ્તારમાં પ્રચાર થઇ ચુક્યો હતો આ વખતે એક વખત પણ માંડ માંડ પૂર્ણ થઇ શકશે. તેવામાં ગરમીના કારણે ઓછું મતદાન થશે તો તે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો જરૂરથી કરાવશે. તેમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ અને ટિકિટ ફાળવણી બાદની નારાજગી પક્ષને નુકશાન પહોંચાડે તો નવાઈ નહિ.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક:ગીરની પ્રખ્યાત કેસરની જૂનાગઢ યાર્ડમાં ધૂમ આવક: દરરોજ 10,000 બોક્સની આવક સામે ભાવ 700 થી 1,100 સુધી પહોંચ્યા; કમોસમી વરસાદે ખેડૂતોનું ગણિત બગાડ્યું
    Next Article
    ગોધરામાં સર્કલ હટાવતા અકસ્માતો વધ્યા:મેડ વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે સ્થાનિકોએ ફરી સર્કલ બનાવવાની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment