Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સર્કલ હટાવતા અકસ્માતો વધ્યા:મેડ વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે સ્થાનિકોએ ફરી સર્કલ બનાવવાની માગ કરી

    9 hours ago

    ગોધરાના મેડ વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય માર્ગ પરથી સર્કલ હટાવી લેવાતા અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિકો દ્વારા આ સર્કલ ફરીથી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી વાહનવ્યવહાર સુરક્ષિત બની શકે. વહીવટી તંત્ર દ્વારા મેડ કાલાભાઈ પેટ્રોલ પંપથી સિંગલ ભરીયા રોડ તરફ જતાં રસ્તા પરથી અગાઉનું સર્કલ કોઈ અગમ્ય કારણોસર દૂર કરવામાં આવ્યું હતું. આ સર્કલ હટાવ્યા બાદથી આ ટ્રાફિક પોઈન્ટ અત્યંત જોખમી બન્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સર્કલ ન હોવાને કારણે વાહનોની ગતિ પર નિયંત્રણ રહેતું નથી, જેના પરિણામે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક રહીશ અયુબભાઈ કલંદરના મતે, સર્કલ હટાવ્યા બાદ અહીં દરરોજ ત્રણથી ચાર અકસ્માતો થાય છે, જેમાં લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે. અયુબભાઈએ વધુમાં જણાવ્યું કે, "આજે પણ એક ખૂબ જ ગંભીર અકસ્માત થયો છે." સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળે ફરીથી સર્કલ બનાવવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થા સુધારી શકાય.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પ્રચારમાં નવો ટ્રેન્ડ, ઉમેદવારો રેલીથી રીલ સુધી પહોંચ્યા:AIથી ભાજપે મતદારોના મિજાજનો વીડિયો બનાવ્યો, તો AAPએ અપૂરતી સુવિધાની બતાવી; રાજકોટમાં ગરમી વધતાં પ્રચારનો સમય ઘટ્યો
    Next Article
    JEE Main 2026 Result: Cut-off not met? These are the alternatives

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment