Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક:ગીરની પ્રખ્યાત કેસરની જૂનાગઢ યાર્ડમાં ધૂમ આવક: દરરોજ 10,000 બોક્સની આવક સામે ભાવ 700 થી 1,100 સુધી પહોંચ્યા; કમોસમી વરસાદે ખેડૂતોનું ગણિત બગાડ્યું

    11 hours ago

    ​ગીરની શાન અને સ્વાદના શોખીનોની પહેલી પસંદ એવી પ્રખ્યાત કેસર કેરીની સીઝન હવે પૂરેપૂરી જામી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી કેસર કેરીની આવકમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. એક તરફ માર્કેટમાં કેરીનો ભરાવો થતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે સામાન્ય જનતા માટે સારા સમાચાર છે, પરંતુ બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને ઈજારદારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ​ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેરીની આવક શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતમાં માત્ર 50 થી 100 બોક્સની જ આવક નોંધાતી હતી. જોકે, છેલ્લા પાંચ દિવસથી આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલમાં દરરોજ અંદાજે 8,000 થી 10,000 બોક્સની આવક થઈ રહી છે. તાલાળા અને ગીર આસપાસના વિસ્તારોમાંથી ઈજારદારો અને ખેડૂતો પોતાનો માલ લઈને જૂનાગઢ પહોંચી રહ્યા છે. ​ભાવની વાત કરીએ તો, સીઝનની શરૂઆતમાં કેસર કેરીના એક બોક્સનો ભાવ 1,500 થી 2,000 રૂપિયા સુધી બોલાતો હતો. જેની સામે આજે આવક વધતા ભાવ ઘટીને 700 થી 1,200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. વેપારીઓના મતે જેમ જેમ આવક વધતી જશે તેમ ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. ​અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. દરરોજ 8,000 થી 10,000 બોક્સની હરાજી થઈ રહી છે અને આગામી દિવસોમાં આ જથ્થો હજુ વધશે. જોકે, આ વર્ષે માવઠું (કમોસમી વરસાદ) અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ આફતોને લીધે બગીચાના ઈજારદારો અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ગીર સોમનાથના વેરાવળથી પોતાની કેરી લઈને આવેલા ખેડૂત વેજાભાઈ બાબુભાઈ વાઘેલાએ પોતાની મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું હતું કે, "અમે અમારા પરિવાર, કાકા અને ભાઈઓ સાથે મળીને કુલ 3 બોલેરો ભરીને કેસર કેરી જૂનાગઢ યાર્ડમાં લાવ્યા છીએ. આ કેરીઓ અમે અલગ-અલગ બગીચાઓમાંથી ઉતારી છે. પરંતુ અત્યારે બજારમાં જોઈએ તેવો ભાવ મળતો નથી. એક બોક્સના માત્ર 700 થી 1,100 રૂપિયા મળે છે, જેમાં અમને નફો મળતો નથી.આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ અને અગાશી કમોસમી વરસાદના કારણે આંબાના મોર બળી ગયા હતા. ગત વર્ષે જે બગીચામાં 200 બોક્સ ઉતરતા હતા, ત્યાં આ વર્ષે માત્ર 100 બોક્સ જ ઉતર્યા છે. વાતાવરણની આ અસરોને કારણે અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે જે કંઈ પાક બચ્યો છે તેને ન છૂટકે ઓછા ભાવે વેચવા માટે અમે મજબૂર બન્યા છીએ. ​માર્કેટિંગ યાર્ડના વિશ્લેષણ મુજબ, આ વર્ષે કેરીની સીઝન લાંબી ચાલે તેવી શક્યતા છે કારણ કે પાક મોડો તૈયાર થયો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતા સતત ફેરફારો ખેડૂતો માટે પડકારજનક બન્યા છે. શરૂઆતમાં વધુ પડતી ગરમી અને ત્યારબાદ અચાનક આવતા કમોસમી વરસાદે કેરીની ગુણવત્તા અને જથ્થા બંને પર અસર કરી છે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં પણ હરાજી શરૂ થઈ હોવા છતાં, જૂનાગઢ યાર્ડમાં પ્રમાણમાં સારા ભાવ મળતા હોવાથી ઈજારદારો અહીં વધુ આવી રહ્યા છે. જૂનાગઢ માર્કેટ અત્યારે કેસર કેરીની સુગંધથી મહેકી ઉઠ્યું છે. કેરી રસિકો માટે આ વર્ષે કેરી ભરપૂર માત્રામાં અને સસ્તા ભાવે ઉપલબ્ધ રહેશે, પરંતુ તેની પાછળ ખેડૂતો અને ઈજારદારોનો આર્થિક સંઘર્ષ છુપાયેલો છે. જો આગામી દિવસોમાં વાતાવરણ સાથ આપે તો આવક હજુ વધશે અને ગ્રાહકોને વધુ સસ્તી કેરી મળી શકશે, પણ ખેડૂતો માટે આ સીઝન નુકસાનની સાબિત થઈ રહી છે.ગીરની કેસર કેરી જૂનાગઢ યાર્ડમાં ઉભરાઈ રહી છે અને આગામી દિવસોમાં માર્કેટ હજુ વધુ ધમધમશે તેવા સંકેતો મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    15 હજારથી વધુ EVM મશીનોનું સીલિંગ કાર્ય સંપન્ન:સુરત મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, ટેકનિકલ ખામી નિવારવા 15% મશીનો રિઝર્વ રખાયા
    Next Article
    ચૂંટણી પ્રચારમાં નવો ટ્રેન્ડ, ઉમેદવારો રેલીથી રીલ સુધી પહોંચ્યા:AIથી ભાજપે મતદારોના મિજાજનો વીડિયો બનાવ્યો, તો AAPએ અપૂરતી સુવિધાની બતાવી; રાજકોટમાં ગરમી વધતાં પ્રચારનો સમય ઘટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment